માંડલના સીતાપુરમાં વિદ્યાર્થીઓને ધાબળા-જેકેટનું વિતરણ

13 January 2020 04:03 PM
Surendaranagar
  • માંડલના સીતાપુરમાં વિદ્યાર્થીઓને ધાબળા-જેકેટનું વિતરણ
  • માંડલના સીતાપુરમાં વિદ્યાર્થીઓને ધાબળા-જેકેટનું વિતરણ

વિરમગામ અને દસાડા-પાટડીના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વડોદરાની સંસ્થાના સહયોગથી કાર્યક્રમ સંપન્ન

(ફારૂક ચૌહાણ)
વઢવાણ તા.13
માંડલ તાલુકા ના સીતાપુર ગામ ના સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા નિમંત્રીત અને અનમોલ રેસિડેન્સીયલ સ્કૂલ ફોર મેન્ટલી દિવ્યાંગ, જરોદ, વડોદરા દ્વારા સામાજિક અને સંસ્થાકીય ઉત્તરદાયિત્વ સમારંભનું આયોજન કરેલ જેનાં માટે આર્થિક મદદમાં મુખ્ય આ અનમોલ સ્કૂલ (સંસ્થા) અને સીતાપુર રાઠોડ પરિવારનાં સંયુક્ત ઉપક્રમે આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ આંગણવાડીનાં ભૂલકાઓથી લઇને ધોરણ 10 સુધીનાં વિદ્યાર્થીઓને જેકેટ અને ધાબળા વિતરણનું કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને લાખાભાઈ ભરવાડ (ધારાસભ્ય- વિરમગામ,માંડલ) અને સમારંભનાં ઉદઘાટક નૌશાદભાઈ સોલંકી (ધારાસભ્ય- દસાડા, લખતર) રહ્યા અને મુખ્ય મહેમાન શ્રીઓ- શ્રી જે.સી.કાથરાણી (ટ્રસ્ટી-અનમોલ સ્કૂલ), વિનોદ રાઠોડ (આચાર્ય, અનમોલ સ્કૂલ), ધીરજ રાઠોડ (સેનેટ સભ્ય, ગુજ.યુનિ) લલિત રામાણી (ટ્રસ્ટી-અનમોલ સ્કૂલ) કિશોર મકવાણા (ટ્રસ્ટી-અનમોલ સ્કૂલ) અને વિશેષ અતિથિશ્રીઓ- સી.બી.ચૌહાણ (પી.આઈ.વિઠલાપુર પો.સ્ટે.) અમરસિંહ ઠાકોર (ચેરમેન-સિંચાઈ સમિતિ, જિ.પં.અમદાવાદ) બળવંતસિંહ ઝાલા (સરપંચ, સીતાપુર) દાનુજી ઝાલા (કારોબારી અધ્યક્ષ, તા.પં.માંડલ) શ્રી ટી.કે. પરમાર (સામાજિક કાર્યકર) અમૃત મકવાણા (દલિત સાહિત્યકાર) ચંદ્રકાન્ત પરમાર (સી.આર.સી.કો. બજાણા) ની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમની શરુઆતમાં દસાડા ના માજી ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભીમાભાઈ રાઠોડ ના ફોટાને ફૂલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ધારાસભ્ય લાખાભાઈ અને કાર્યક્રમનાં ઉદઘાટક ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ દ્વારા પ્રેરક પ્રવચન દ્વારા માર્ગદર્શન આપવા માં આવ્યા. શિક્ષણ ક્ષેત્રે પ્રેરક પ્રોત્સાહન અને પ્રેરણા મળે તે માટે સામાજિક ઉત્તરદાયિત્વની મંગલ ભાવના સાથે યોજવામાં આવેલ આ સમારંભમાં સહભાગી થવા મોટી સંખ્યા માં આગેવાનો અને ગામલોકો હાજર રહ્યા.આ સુંદર કાર્યક્રમનુ સ્ટેજ સંચાલન- મિલન પરમાર અને કે.ડી.રાઠોડ કર્યું.


Loading...
Advertisement