અગાઉ કરેલ ફરિયાદનો કેસ પાછો ખેચી લેવાનું કહી યુવકને ધમકી આપતો શખ્સ

13 January 2020 03:55 PM
Jamnagar Crime Saurashtra
  • અગાઉ કરેલ ફરિયાદનો કેસ પાછો ખેચી લેવાનું કહી યુવકને ધમકી આપતો શખ્સ

જામનગર તા.13
જામનગરના બેડેશ્વર નજીક રહેતા એક યુવકે અગાઉ એક સખ્શ વિરુધ ફરિયાદ દાખલ કરેલ હતી. જેનો કેસ પાછો ખેચી લેવાનું કહી આરોપીએ ફરિયાદીને ગાળો કાઢી ધમકી આપતા તે વિરુધ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.
બેડેશ્વરના વૈશાલીનગરમાં રહેતા દિલીપભાઈ રવજીભાઈ વઘેરા નામના યુવકે અગાઉ અમુક બાબતે દેવેન્દ્ર ઉર્ફે દીપક કિશોરભાઈ મુછડીયા નામના સખ્શ વિરુધ ફરિયાદ કરેલ હતી. જે બાબતનો ખાર રાખી દીપકે ફરિયાદીને કેસ પાછો ખેચી લેવાનું કહી દિલીપભાઈ ને ગાળો કાઢી તને તો જોઈ લઈશ તેમ કહી ધમકી આપી હતી. જે વિરૂધ્ધ સીટી બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement