કડકડતી ઠંડીમાં એક યુવતી થરથરતી હતી, સિક્યુરીટીએ પૂછ્યું તો સામે આવી દર્દભરી કહાની

13 January 2020 03:45 PM
Jamnagar Saurashtra Woman
  • કડકડતી ઠંડીમાં એક યુવતી થરથરતી હતી, સિક્યુરીટીએ પૂછ્યું તો સામે આવી દર્દભરી કહાની

181 અભયમની મદદથી તેણીને સ્ત્રી વિકાસગૃહમાં મોકલી દેવાઈ

જામનગર તા. 13
જામનગરની જી.જી.હોસ્પિટલ પરિસરમાં મોડી રાત્રે કડકડતી ઠંડીમાં થરથરતી એક યુવતીને સિક્યુરીટી સ્ટાફે સાંત્વના આપી તેણીની આ હાલત અંગે પૂછતાં દર્દભરી વિગતો સામે આવી હતી જેને લઈને 181ની અભયમની ટીમને જાણ કરવામાં આવી હતી. લાચાર બની ગયેલ યુવતીને અભયમની ટીમે પણ સાંત્વના આપી વિકાસગૃહમાં સુરક્ષિતતા આપી હતી.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં રાત્રિના એકલી બેસેલી મહિલા સિક્યુરિટીના કર્નલના ધ્યાને આવતા સમગ્ર સ્ટાફે સાંત્વના આપી અહી કેમ આવી દસામા બેસવું પડ્યું છે? જેને લઈને પ્રથમ તો તેણીની હેબતાઈ ગઈ હતી. પરંતુ સિક્યુરીટી સ્ટાફે ધરપત આપી સલામતી અંગે સમજાવતા તેણીનીએ પોતાની આપવીતી સંભળાવી હતી. જેમાં મહિલાના છુટાછેડા થયા હોઇ તેમજ પિયર દ્વારા પણ આશરો નહિ આપવામાં આવતા તેણીની બંને બાજુએથી નિસહાય બની ગઈ હતી. આખરે કોઈ રસ્તો નહિ મળતા તેણીની એકલવાઈ થઇ જતા જીજી હોસ્પિટલ આવી ગઈ હોવાનું સામે આવ્યું હતું. સિક્યુરીટી સ્ટાફે તાત્કાલિક 181ની અભયમની ટીમને બોલાવી હતી જેને લઈને વાહન સાથેની ટીમે હોસ્પિટલ પહોચી મહિલાની સામે પ્રેમ પૂર્વક વાતચીત કરી, વિકાસગૃહમાં મોકલી આપી હતી.


Loading...
Advertisement