મોરબી પાસેના નેસડા ગામે જૂના મનદુ:ખમાં યુવાન પર હુમલો

13 January 2020 03:20 PM
Morbi
  • મોરબી પાસેના નેસડા ગામે જૂના મનદુ:ખમાં યુવાન પર હુમલો

વાંકાનેરના લુણસર ગામે પાડોશી વચ્ચે મારામારી

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13
મોરબીના રાજપર રોડ ઉપરથી પસાર થઇ રહેલા યુવાન સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા યુવાનને મારમારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાને ત્રણ શખ્સોની સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો છે.
મોરબી તાલુકાના નેસડા ગામે રહેતા ખીમજીભાઇ પ્રેમજીભાઇ માકાસણા ગઈકાલે રાજપર ચાચાપર રોડ ઉપર રાધે રેસીડેન્સી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી ગીરીશભાઈ માવજીભાઈએ અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને ખીમજીભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને હકાભાઇ છગનભાઈ જારીયાએ તેને ચેન વડે માર માર્યો હતો જેથી વાંસા અને સાથળના ભાગે ઈજા થતાં ખીમજીભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓએ હાલમાં ગીરીશભાઈ માવજીભાઈ, હકાભાઇ છગનભાઈ અને ભનાભાઈ નામના ત્રણ વ્યક્તિઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ હાથધરી છે.
પાડોશી વચ્ચે મારામારી
વાંકાનેર તાલુકાના લુણસર ગામે શામજીભાઈ મગનભાઈ ધોરીયાણીની વાડી બાજુમાં પંકજભાઈ ખીમજીભાઈની વાડી આવેલ હોય તેઓ ત્યાં શેઢે સિમેન્ટના થાંભલા નાખી રહ્યા હતા જોકે માપણી સીટ વગર જ તેઓ સિમેન્ટના થાંભલા નાખી રહ્યા હોવાથી શામજીભાઈ અને તેમના ભાઈ ભીખાભાઈએ તેને રોક્યા હતા માટે પંકજભાઈ ખીમજીભાઈ કોળી, ખીમજીભાઈ ખોડીદાસભાઈ કોળી, દિનેશભાઇ લાલજીભાઇ કોળી અને મણિલાલ ખોડીદાસ કોળી દ્વારા પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડીને હાલમાં આ બનાવ અંગે શામજીભાઈએ ચાર શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
કાજરડામાં હુમલો
માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતા યુવાનને અગાઉ થયેલ માથાકૂટ નો ખાર રાખીને ચાર શખ્સો દ્વારા અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતા અસગર રમજાનભાઈ (ઉંમર 21) નામના યુવાનને તે ગામમાં રહેતા શેરો અનવરભાઇ મોવરની સાથે અગાઉ બોલાચાલી અને માથાકૂટ થઇ હતી જેનો ખાર રાખીને શેરો મોવર, ઇકબાલ સબીરભાઈ મોવર, અસલમ અલ્લારખ્ખાભાઇ અને રસુલ અબદુલભાઇ મોવર દ્વારા પાઇપ અને ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી છે જેથી ઇજાગ્રસ્ત યુવાને ચારેય શખ્સોની સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.


Loading...
Advertisement