હળવદના મહર્ષિ ગુરૂકુળમાં શુક્રવારથી બે દિવસ ઇસરોનું એકઝીબીશન

13 January 2020 03:16 PM
Morbi
  • હળવદના મહર્ષિ ગુરૂકુળમાં શુક્રવારથી બે દિવસ ઇસરોનું એકઝીબીશન

વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી નિમિતે આયોજન

હળવદ તા.13
હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે તા.17/18 જાન્યુઆરીના રોજ ઈસરોનું એકઝીબીશનનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. જેની હાલ તડામાર તૈયારીઓ ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ રહી છે.
ભારતના મહાન વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી નિમિતે હળવદ મહર્ષિ ગુરૂકુળના મેનેજીંગ ડિરેકટર રજનીભાઈ સંઘાણીના આમંત્રણને માન આપી ઈસરો અમદાવાદ દ્વારા હળવદ મહર્ષિ ગુરૂકુળ ખાતે તા.17/18 જાન્યુઆરી-ર0ર0ના રોજ બે દિવસીય ઈસરો એકિઝબીશનનું આયોજન કરાયું છે. આ એકિઝબીશન અંતર્ગત બે દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં અંતરીક્ષની ડોકયુમેટરી, ચન્દ્રયાન, મંગલયાન, ગગન યાન, સેટેલાઈટ, ઓરબીટર, લોન્ચ વ્હીકલ, સાઉન્ડીંગ રોકેટ, સ્પેસ વ્હીકીલ, કોમ્યુનીકેશન એપ્લીકેશન તેમજ જુદીજુદી સાત પ્રકારની કોમ્પીટીશનનું આયોજન કરાતા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. તો સાથો સાથ સુરેન્દ્રનગર તેમજ મોરબી જિલ્લાની તમામ શાળા-કોલેજાને આમંત્રણ અપાયું છે. બન્ને જિલ્લાના ગ્રામ પંચાયતના સરપંચો, તેમજ તમામ પ્રા.શાળાના આચાર્ય અને એસએમસીના અધ્યક્ષ, ડોકટર અને ધારાશાસ્ત્રી ઓ તેમજ ખેડૂતોને પણ ઈસરોથી ઘણી માહિતી જાણવા મળે છે તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.


Loading...
Advertisement