જામનગર: જલારામ મંદિરના કાર્યકરો, ભાવિકોની આજે રાત્રે મહાજનવાડીમાં બેઠક

13 January 2020 03:15 PM
Jamnagar Saurashtra Dharmik
  • જામનગર: જલારામ મંદિરના કાર્યકરો, ભાવિકોની આજે રાત્રે મહાજનવાડીમાં બેઠક

જામનગર તા. 13 : જામનગરમાં જલારામ મંદિર ટ્રસ્ટ (હાપા) દ્વારા આગામી તા. 17 મી જાન્યુઆરીના રોજ બહુવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1000 વડીલોને સન્માનવામાં આવશે. જલારામ સેવા ટ્રસ્ટ (હાપા), પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ-હાપા દ્વારા ચાલુ કરાયેલ વડીલ વંદના રથ યોજનાને પાંચ વર્ષ થયા છે. તા. 17 જાન્યુ. આ રોજ સંત જલારામ બાપાએ વિરપુર મુકામે શરૂ કરેલા સદાવ્રત (અન્નક્ષેત્ર)ને પણ 200 વર્ષ પુરા થઇ રહ્યા છે. આથી આ નિમિતે બપોરે 12 થી 1 દરમિયાન જલારામ બાપાની પ્રસાદીરૂપે 200 જગ્યાએ ખિચડીનું વિતરણ કરવામાં આવશે. 1000 માંથી 200 વડીલોનું વિશેષ સન્માન થશે.

ઉપરોકત કાર્યક્રમના આયોજન સંદર્ભે જલારામ મંદિર-હાપાના કાર્યકરો, જલારામ ભકતોની એક મિટીંગ આજે રાત્રે 8-30 કલાકે લોહાણા મહાજન વાડી - પંચેશ્વર ટાવર પાસે, જામનગર ખાતે રાખેલ છે જેમાં ઉપસ્થિત રહેવા રમેશભાઇ દતાણીની યાદીમાં અનુરોધ કરાયો છે.


Loading...
Advertisement