હળવદમાં કિશાન એગ્રો મોલ દ્વારા મેગા લક્કી ડ્રો યોજાયો

13 January 2020 03:15 PM
Morbi
  • હળવદમાં કિશાન એગ્રો મોલ દ્વારા મેગા લક્કી ડ્રો યોજાયો

ખેડૂતોને ઉપયોગી 280 સાધનો અપાયા

(વિશાલ જયસ્વાલ/પ્રશાંત જયસ્વાલ) હળવદ તા.13
હળવદ એપીએમસી ખાતે આવેલ કિસાન એગ્રો મોલ ખાતે કિસાન મેગા લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ મેગા લક્કી ડ્રોમાં ટ્રેકટરથી માંડી ખેડૂતોને ઉપયોગી થતા ર80 જેટલા સાધનો અપાયા હતા.આ પ્રસંગે રાજયના પૂર્વ મંત્રી સહિતના રાજકીય અગ્રણીઓ ઉપતસ્થત રહ્યા હતા.
હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ કિસાન એગ્રો મોલ દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી છે. જેમાં વર્ષ દરમિયાન ખેડૂતો તેઓને ઉપયોગી થતા રૂ.10 હજારથી વધુના સાધનો ખરીદી કરે તો તેઓને એક કુપન આપવામાં આવે છે. જેમાં એક વર્ષમાં અહીંથી પ હજાર જેટલા ખેડૂતોએ ખેત પેદાશને થતા ઉપયોગી સાધનોની ખરીદી કરી હતી. જેનો મેગા લક્કી ડ્રો યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને ઉપયોગી થતા ટ્રેકટરથી માંડી ર80 જેટલા નાના - મોટા ઈનામો રાખવામાં આવ્યા હતા. જેમાં આજે લક્કી ખેડૂતોને ઈનામો વિતરણ કરાયા હતા. જેમાં પ્રથમ ઈનામ તરીકે ટ્રેકટર પૂર્વ રાજયમંત્રી જયંતિભાઈ કવાડીયાના હસ્તે વિજેતાને અપાયું હતું. આ તકે માર્કેટ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, ડેપ્યુટી કલેકટર જે.એમ. ભોરણીયા, વોકાર્ડના ડોકટર પી.એમ. કામાણી, માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન વિઠલભાઈ દલવાડી, જેરામભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી, દેવશીભાઈ દલવાડી,અજયભાઈ રાવલ, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement