હળવદના મિયાણી ગામે યોજાયેલ રામકથાની આજે પૂર્ણાહુતિ

13 January 2020 03:11 PM
Morbi
  • હળવદના મિયાણી ગામે યોજાયેલ રામકથાની આજે પૂર્ણાહુતિ

ભાવીકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો

(વિશાલ જયસ્વાલ/પ્રશાંત જયસ્વાલ) હળવદ તા.13
હળવદ તાલુકાના મિયાણી ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે 9 દિવસીય રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે કથાના આઠમા દિવસે ભાવિકો મોટી સંખ્યામાં કથાનું રસપાન કરવા માટે ઉમટી પડયા હતા.
આ કથા તા.પ/1ના રોજ પ્રારંભ થઈ હતી અને તા.13/1ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. 9 દિવસીય ચાલનારી કથામાં રામ, સીતા, સબરીને લગતા પાત્રોનું પણ રસપાન કરાયું હતું. રામ કથાના વકતા શ્રી ભરતબાપુ રામાનંદી (ટીકરવાળા)એ ભાવિકોને પોતાની આગવી શૈલીમાં રામ કથાનું રસપાન કરાવ્યું હતું. આ રામ કથામાં વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો પણ જાડાયા હતા.


Loading...
Advertisement