અમરેલી જિલ્લામાં વાતાવરણ પલટાયું: વહેલી સવારે ઝાકળવર્ષા: હીલ સ્ટેશન સમો નજારો

13 January 2020 03:08 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં વાતાવરણ પલટાયું: વહેલી સવારે ઝાકળવર્ષા: હીલ સ્ટેશન સમો નજારો

કડકડતી ઠંડી અચાનક ગાયબ; હવામાં ભેજ સાથે ગાઢ ધુમ્મસની સવારી ખુશ્નુમા માહોલ

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.13
મકરસંક્રાંતિના પર્વ પહેલા જ વાતાવરણમાં અચાનક પલ્ટો આવી જવા પામેલ હોય, કડકડતી ઠંડી પણ જાદુઈ રીતે ચાલી ગઈ હોય તેમ હુંફાળી સવાર જોવા મળી હતી તો બીજી તરફ એકદમ ઝાકળવર્ષાના કારણે અમરેલી શહેર જાણે કોઈ હીલ સ્ટેશન હોય તેવો અહેસાસ વહેલી સવારમાં જેવા મળ્યો હતો. અમરેલી શહેરમાં આજે વહેલી સવારે 17.6 ડીગ્રી જયારે ખોડીયાર ડેમના કાંઠે વસેલા ધારી ગામમં 18 ડીગ્રી તાપમાન નોંધાતા માત્ર 24 કલાકના સમયમાં જ તાપમાનમાં 3 ડીગ્રી તાપમાન ફેરફાર જોવા મળ્યો હતો.

અમરેલી શહેરમાં આજે ઝાકળવર્ષા વચ્ચે મહતમ તાપમાન 32.6 ડીગ્રી, જયારે લઘુતમ તાપમાન 17.6 ડીગ્રી ભેજનું પ્રમાણ 89 ટકા જયારે પવનની ગતી 4.5 કિ.મી. પ્રતિકલાક નોંધાયેલ છે.

આવતીકાલે મકરસંક્રાંતિનો તહેવાર હોય, અમરેલી જિલ્લામાં પતંગ રસીકો સવારથી જ અગાસીઓ અને ધાબા ઉપર ચડી જઈ પતંગ ઉડાડવાની અને એકબીજા સાથે પતંગના પેચ લગાવી પતંગ કાપવાની મોજ માણશે ત્યારે આવતીકાલે મંગળવારે સારો પવન રહે તેવી આશા સાથે લોકો પતંગની ખરીદી અને દારા પીવડાવવાના કામે પણ લાગ્યા છે.

સામાન્ય રીતે પતંગના અને દોરાના ભાવમાં ભાવ વધારો આવ્યો હોય સામાન્ય લોકો પતંગ ચગાવવાના બદલે પતંગ જોવાને આનંદ માણવો પડે તેમ લાગી રહ્યું છે.


Loading...
Advertisement