કાલે મકરસંક્રાંતિ પર્વ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી

13 January 2020 03:07 PM
Rajkot Gujarat Saurashtra
  • કાલે મકરસંક્રાંતિ પર્વ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્તરાયણની ઉમંગભેર થશે : દાન-પુણ્યનો મહિમા દર્શાવતું પર્વ :મકરસંક્રાંતિ પર્વ એટલે દાન-પુણ્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ : મંદી-મોંઘવારીની ચિંતા મુકીને પર્વની ઉજવણી કરવાનો લોકોમાં થનગનાટ : અગાશી પર ‘કાપ્યો છે’નો નાદ ગુંજશે : જીંજરા, ચીકી, બોર, શેરડી ખાઈને લોકો પર્વની ઉજવણી કરશે

મકરસંક્રાંતિ એટલે પતંગ ચગાવવાનો પર્વ, આ માન્યતા યુવાવર્ગના માનસમાં ઘર કરી ગઇ છે. આ દિવસ દાન પુણ્ય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ પણ આગવું મહત્વ ધરાવે છે. મકરસંક્રાંતિના દિવસે શુભ મુહુર્તમાં નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિનાં દિવસે ઘરમાં વ્વિધ પ્રકારનાં પકવાન પણ બને છે. આ દરેક વાનગીમાં તલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. કારણ કે આ દિવસે તલનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.


મકરસંક્રાંતિના દિવસને વધારે શુભ અને લાભદાયી બનાવવા માટે તલનો આ રીતે ઉપયોગ કરવો જોઇએ. સ્નાન પહેલા તલનાં તેલની શરીરે માલીશ કરવી ત્યારબાદ સ્નાન કરી સૂર્યદેવની પૂજા કરવાથી સૂર્ય કૃપા તમારા પર થશે. આ ઉપરાંત તલનાં અન્ય ઉપાયો કરવાથી પણ લાભ થાય છે. ક્યાં છે આ ઉપાય જાણી લો આજે તમે પણ મકરસંક્રાંતિના દિવસે તાંબાનાં કળશમાં તલ ભરી તેના ઉપર ગોળનો ટુકડો રાખી બ્રાહ્મણોને દાન કરી દેવું. સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યની સામગ્રીઓ સાથે તલમાંથી બનેલી ખાદ્ય સામગ્રી દાન કરવી. ન્હાવાનાં પાણીમાં સફેદ તલ પધરાવી દેવા અને તેનાંથી સ્નાન કરવું. સફેદ તલનું યથાશક્તિ યોગ્ય વ્યક્તિને દાનક રવું. ભગવાને ભોગમાં તલ ગોળ ધરાવવા અને તે પ્રસાદ સ્વયં ભોજન કરતાં પહેલાં ગ્રહણ કરવો.


આ દિવસે ગાયની સેવા કરવાનું પણ મહત્વ રહેલું છે. આ દિવસે ઘરમાં બનેલા ભોજનમાંથી સૌથી પહેલા ગાયને ભોજન કરાવવું. ભોજનની સામગ્રી ખવડાવ્યાં બાદ પાણી પણ પીવડાવવું. આ કર્મ કરવાથી પિતૃદોષ પણ શાંત થાય છે.સંક્રાંતિ એટલે એક જગા કે સ્થિતિમાંથી બીજી જગા કે સ્થિતિમાં જવું તે. સંચાર. નિસર્ગનો આ નિયમ મનુષ્યજીવન માટે પણ એટલો જ પ્રસ્તુત છે. શબ્દશક્તિ લક્ષણાથી વિચારીએ તો માનવજીવનમાં ફક્ત પ્રકાશ છે એવું નથી. જીવનમાં ગાઢ અંધકાર પણ છે.આ અંધકારમાંથી પ્રકાશ તરફ જવું સૌને ગમે છે. એટલે આપણાં વૈદિક ઋષિઓએ પ્રાર્થના કરતાં કહ્યું કે તમસો મા જ્યોતિર્ગમય. સંક્રાંતિ શબ્દની બીજી એક અર્થચ્છાયા સમ્પક પરિસ્થિતિ સંસ્થાપનની છે. એ માટે મનુષ્યના વિચારો તથા સંકલ્પો પણ બદલવાની જરુર છે. અલબત્ત, મનુષ્યમાં જો સમજદારી હોય તો તેના મનમાં ચાલતા હલકા કે નિમ્ન વિચારોને બદલવાનું કામ સરળતાથી થઇ શકે.


આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે એ મુજબ કહીએ તો કર્ણ, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુનિ જેવાં અનેક પાત્રો કુસંગથી અધોગતિને પામ્યાં છે. આવી સ્થિતિમાં મનુષ્યે હંમેશા મહા-પુરુષો, સંતપુરુષો અને સજ્જનોની સંગ કરી જીવનશ્રેય મેળવવું જોઇએ એ જ જીવનની સાચી સંક્રાંતિ તેમ નવાગામનાં હર્ષલ ખંધેડિયાએ જણાવેલ છે.


Loading...
Advertisement