જુનાગઢનાં ધંધુસર રોડ પર ક્રાઈમ બ્રાંચના પેટ્રોલીંગમાં રૂા.3.15 લાખનો દારૂ ઝડપાયો

13 January 2020 03:05 PM
Junagadh
  • જુનાગઢનાં ધંધુસર રોડ પર ક્રાઈમ બ્રાંચના પેટ્રોલીંગમાં રૂા.3.15 લાખનો દારૂ ઝડપાયો

છોટાહાથીમાંથી 70 પેટી દારૂ જપ્ત: બે શખ્સો ફરાર

જુનાગઢ તા.13
જુનાગઢ નજીક ધંધુસર ગામના રોડ પરથી 70 પેટી વિદેશી દારૂ રૂા.3.15 લાખનો સહિત કુલ રૂા.3.51 હજારનો મુદામાલ જપ્ત કરી ગુનો નોંધેલ છે.
ધંધુસરની સીમના રોડ પરથી જુનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે છોટાહાથીમાંથી 70 પેટી વિદેશી દારૂની બોટલ નંગ 840 કીંમત રૂા.3 લાખ 15 હજાર સાથે મેર હમીર મેણંદ મુળીયાસીયાને દબોચી લીધો હતો. જયારે રેડ દરમ્યાન ધંધુસાર ગાયત્રી સ્કુલ પાસે રહેતો પરબત નગા ઓડેદરા અને તેના બે સાગ્રીતો ભાગી છુટયા હતા પોલીસે રૂા.3.15 લાખનો દારૂ છોટાહાથી સહીત કુલ 5.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવની ફરીયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.


Loading...
Advertisement