કેશોદની પતંગ બજારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ

13 January 2020 03:03 PM
Junagadh
  • કેશોદની પતંગ બજારમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયુ

(પ્રકાશ દવે) કેશોદ તા.13
કેશોદની પતંગ બજારનું પોલીસે સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ કોઈ વેપારીને ત્યાં ચાઈનાનો માલ ન હતો પરંતુ પોલીસે પોતાની ફરજ અદા કરી વેપારીઓને આવી વસ્તુ ન વેચવાની અપીલ કરી.
કેશોદના શહેરમાં ઉતરાયણ ને દિવસે પતંગ ચગાવવાના ભારે આકર્ષણને લઈ પોલીસે ઉતરાયણના બે દિવસ પહેલા પતંગ પોલીસે પણ સરપ્રાઈઝ કરી ચાઈના દોરા કે લુકકા ચાઈનીઝ દોરીનો વેપારીઓ વેપાર કરતા નથી તેની પોલીસના કાફલા સાથે કેશોદના મહેન્દ્રસિંહ જી ચોક બજારની તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસના સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન કોઈ વેપારી પાસેથી આવી વસ્તુ મળી ન હતીય પરંતુ પોલીસે ચેકીંગ દરમ્યાન આવી વસ્તુ ન રાખવી નહીંતર તમારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શીખ આપી હતી.


Loading...
Advertisement