વેરાવળમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે

13 January 2020 02:58 PM
Veraval
  • વેરાવળમાં માર્ગ સલામતી સપ્તાહની  ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે
  • વેરાવળમાં માર્ગ સલામતી સપ્તાહની  ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે

આરટીઓ કચેરી ખાતે ચેકઅપ કેમ્પનું આયોજન

વેરાવળ તા.13
ગીર સોમનાથ જીલ્લામાં 31 માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ પ્રાંત કચેરીના હોલમાં કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળાના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવેલ હતો.
આ માર્ગ સલામતી બાબતે ધારાસભ્ય તેમજ આર.ટી.ઓ. અને પોલીસ અધિકારીઓ દ્વારા પ્રાસંગીક ઉદબોધન આપેલ તેમજ સપ્તાહ દરમ્યાન કાર્યક્રમની રૂપરેખા આર.ટી.ઓ. ઇન્સ્પેકટર એચ.એમ.ગોહેલ દ્વારા જણાવેલ કે તા.11 થી માર્ગ સલામતીનો પ્રારંભ થયેલ છે જેમાં તા.12 ના ડારી ટોલ પ્લાઝા પર વાહન ચેકીંગ અને રોડ સેફ્ટી બાબતે કાર્યક્રમ, તા.13 ના એ.આર.ટી.ઓ.કચેરી ખાતે અરજદારો માટે આંખ બીપી, સુગરનો સીવીલ તબીબ દ્વારા ચેકઅપ કેમ્પ, તા.14 ના આર.ટી.ઓ. તથા ટ્રાફીક પોલીસ દ્વારા સયુંકત ટાવરથી સોમનાથ સર્કલ રેલી, તા.15 ના એસ.ટી. વર્કશોપ ખાતે એસ.ટી. ના ડ્રાયવર તેમજ સરકારી ડ્રાયવર રોડ સેફ્ટી અને ટ્રેનીંગનો કાર્યક્રમ, તા.16 ના નેશનલ હાઇવે ઉપર હોટલના પ્રતિનિધિ અને જી.વી.કે. 108 ની મોબાઇલ એપ અંગેનું માર્ગદર્શન, તા.17 ના સાંજે પાંચ કલાકે પ્રાંત કચેરી કોન્ફરન્સ હોલમાં પોલીસ, આર.ટી.ઓ. અને વિવિધ વાહન એશો. પ્રતિનિધિની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનું સફળ સંચાલન આર.ટી.ઓ. ના એચ.વી.જોશી અને અનિલભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement