દારૂ વેચવાના ધંધાના ખારમાં મુસ્લિમ યુવાનનું અપહરણ કરી હત્યા, કોડિનાર પંથકમાં તનાવની સ્થિતિ

13 January 2020 02:52 PM
Veraval
  • દારૂ વેચવાના ધંધાના ખારમાં મુસ્લિમ યુવાનનું અપહરણ કરી હત્યા, કોડિનાર પંથકમાં તનાવની સ્થિતિ

રોણાજ ગામમાં યુવાનની હત્યામાં સંડોવાયેલ આરોપીની ધરપકડની માંગ કરી લાશ સ્વીકારવા ઇન્કાર, અંતે મામલો થાળે પડ્યો

કોડીનાર,તા. 13
કોડીનાર તાલુકાના રોણાજ ગામના એક મુસ્લીમ યુવાનની કરપીણ હત્યા કરેલી લાશ બાવાના પીપળવા ગામની સીમ વિસ્તારમાંથી મળી આતા અને આ હત્યા દેવળી ગામના એક નામચીન વ્યક્તિએ કરી હોવાની ફરિયાદ અને હત્યાના બનાવને લઇને મુસ્લીમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકઠા થવા લાગતા ગીર સોમનાથની જિલ્લાભરની પોલીસ કોડીનાર ખાતે બંદોબસ્તમાં ગોઠવાઇ ગઇ છે.

હત્યાની ઘટનાનાં આરોપીઓને ઝડપી લેવાની માંગણી સાથે પ્રથમ લાશ ન સ્વીકારવાની વાત પછી મૃતકની લાશનુંં પીએમ જામનગર ખાતે કરવા મોકલી અપાયું હતું. બાદ મોડીરાત્રે મરનારના પુત્રએ દેવળી ગામનાં એક શખ્સ સહિત અજાણ્યા શખ્સો તેનાં પિતાનું કારમાં અપહરણ કર્યા પછી તેની બેરહેમીથી હત્યા કરી હોવાની ફરિયાદ કરી છે.

વિગત એવી છે કે કોડીનારનાં રોણાજ ગામે રહેતાં અયુબભાઈ હુસેનભાઈ શેખ ઉ.45ની હત્યા કરેલી સીમમાં નાશી દેવાયેલી લાશ મળી હોવાની વાત શહેરમાં ફેલાઈ જદતા કોડીનાર પીઆઈ ભરવાડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. જરુરી કાર્યવાહી કરી લાશ પીએમ માટે ખસેડી હતી.

દરમ્યાન મૃતકના પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે, દેવળી ગામનો રઘુ ગાંડા તેમના રોણાજ ગામમાં દારુનો ધંધો કરતો હોઇ આ બાબતે અયુબભાઈએ રઘુને આ ધંધા તેના ગામમાં નહીં કરવા જણાવ્યું હતું. જેથી આ બાબતે ખાર રાખી રઘુભાઈ તેની સાથે અવારનવાર ઝગડો કરતા હતાં. અને વીસેક દિવસ પહેલા કોડીનારના આઝાદ ચોક ખાતે રઘુભાઈ અને અયુબ સાથે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી.

જે બાબતને લઇને ગઇકાલે અયુબભાઈ વેલણ ગામે આવેલ જનાનશા પીર ખાતે ચાલીને જવાની માનતા રાખેલ હોઇ ચાલીને જવા નીકળેલા અને તે રોણાજ બસ સ્ટેન્ડ પાસે ઉભેલ તે વખતે એક સીલ્વર કલની ગાડીમાં દેવળી ગામાં રઘુ ગાંડા દાદીમા તથા અજાણ્યા શખ્સોએ આગળ ચાલીને જતા અયુબભાઈને તેની કારમાં બેસાડી લઇ ગયેલ બાદ અયુબનો પુત્ર ઇબુ તેમના કુટુંબીજનો સાથે તેમના પિતાની શોધખોળ કરવા ગયેલ ત્યાં કોઇનો ફોન આવેલ કે બાવાના પીળળવા ગામની સીમમાં અયુબની લાશ પડી છે. જેથી ત્યાં ગયેલ અને પોલીસને જાણ કરેલ.

ઇબુ શેખે પોલીસ ફરિયાદમાં દેવળી ગામના રઘુ ગાંડા દાદીમા તેના પિતાનું અપહરણ કરી તેના રોણાજ ગામમાં દારુ નહીં વેચવાની બાબતે ખાર રાખી અપહરણ કરી હત્યા કરી નાખ્યાની ફરિયાદ કરતાં અને વાતાવરણ તંગ હોવાનું ધ્યાને લઇ પોલીસે દેવળી ગામમાં અને રોણાજ ગામમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસની પુરી ખાત્રી આપી હતી. અને મૃતકનું પીએમ જામનગર ખાતે કરવા મોકલી આપેલ. કોડીનારમાં હત્યાને પગલે તણાવભરી પરિસ્થિતિ થતા એએસપી વસાવા તેમજ એલસીબી, ક્રાઇમ બ્રાંચ, સહિતની ટીમ ઠલવાઈ ગઇ છે.


Loading...
Advertisement