કચ્છના ચાંદરાણી ગામના બસ સ્ટેશન પાસે ઘરફોડ ચોરીના બે શખ્સો ઝડપાયા

13 January 2020 02:38 PM
kutch
  • કચ્છના ચાંદરાણી ગામના બસ સ્ટેશન પાસે ઘરફોડ ચોરીના બે શખ્સો ઝડપાયા

(ગની કુંભાર) ભચાઉ,તા. 13
બોર્રર રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદી, ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ પરિક્ષીતા રાઠોડ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુનાઓ ડીટેક્ટ કરવા જરુરી સુચના આપતા એલસીબીની ટીમ આ બાબતે પ્રયત્નશીલ હતી.

તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ચાંદરાણી ગામનાં બસ સ્ટેશન પાસેથી નીચે જણાવેલ ઇસમોને પકડી પાડી પકડાયેલ ઇસમો પાસેથી ચોરીનો મુદ્દામાલ જેમાં મોબાઈલ નંગ 5 કિંં. રૂા. 22,500 તથા ચાંદીનું મંગળસૂત્ર તથા પોંચી કિં. 4000 આમ કુલે મુદ્દામાલ 26,500ના સાથે મળી આવતા જે મુદ્દામાલ આધાર-પુરાવા બિન વિનાનો ચોરી અને છળકપટથી મેળવેલ હોય જે સીઆરપીસી કલમ 102 તળે કબજે કરવામાં આવેલ છે અને પકડાયેલ આરોપીઓએ વધુ પૂછપરછ દરમ્યાન દુધઇ પો.સ્ટે. ફર્સ્ટ ગ.ર.નં. 26-19 આઇપીસી કલમ 380, 457 મુજબના જાહેર થયેલ ગુનાની કબૂલાત કરેલ હોય વધુ કાર્યવાહી અર્થે મુદ્દામાલ સાથે દુધઇ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલા આરોપીઓ ચિરાગ કિશોરભાઈ દેવીપૂજક (પરમાર) (ઉ.19) તથા નાનજી ઉર્ફે રાજુ ઉર્ફે બાન્ડીયો જયંતી દેવીપૂજક (ઉ.20, રહે. બન્ને સીતારામ પરિવાર રવિ ર્ગ્રાઉન્ડ તરફ રોડ પર ઝુંપડપટ્ટી અંજાર કચ્છ) છે. આ કામગીરીમાં ડી.વી. રાણા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમ.એસ. રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફ જોડાયેલ હતો.


Loading...
Advertisement