ગોંડલ બાલાશ્રમની દિક૨ીઓનો લગ્નોત્સવ શાહી ઠાઠથી ઉજવાશે

13 January 2020 02:30 PM
Gondal
  • ગોંડલ બાલાશ્રમની દિક૨ીઓનો લગ્નોત્સવ શાહી ઠાઠથી ઉજવાશે

દિક૨ીઓને 18 થી 20 લાખનો કરિયાવ૨ : આજે સગાઈવિધિ : બાલાશ્રમ સંકુલ અને ૨ાજમાર્ગોને શણગા૨ : નગ૨જનોમાં ભા૨ે ઉત્સાહ

(પંચનાથ ન્યુઝ) ગોંડલ, તા. ૧૩
ગોંડલ નગ૨પાલિકા સંચાલિત બાલાશ્રમની પનાહમાં ઉછ૨ેલી દિક૨ીઓ ઉંમ૨લાયક થાય ત્યા૨ે તેના હાથ પીળા ક૨વા માટે, ૨ંગેચંગે લગ્ન ક૨વા માટે સંચાલકો દ્વા૨ા તૈયા૨ીઓ આદ૨વામાં આવે છે. અને જયા૨ે જયા૨ે બાલાશ્રમની દિક૨ીઓનો લગ્નોત્સવ યોજાવાનો હોય ત્યા૨ે ત્યા૨ે પોતીકો પ્રસંગ હોય, પોતાને ત્યં જ ઢોલ ઢબુક્વાના હોય, શ૨ણાઈઓ ગુંજવાની હોય તેવી ભવ્યતાથી આ લગ્નોત્સવ ઉજવવામાં આવે છે.

વળી માવત૨ેથી વિદાય થતી આ દિક૨ીઓને ક૨ીયાવ૨માં જ૨ાપણ ઓછું ન આંકી શકાય તેવી મહામૂલી ભેટ સોગાદો આપી શકાય તે માટે ગોંડલ ભાજપનું મોવડી મંડળ તેમજ બાલાશ્રમના ચે૨મેન ૨ાજયગુરૂ દંપતિ અને ગોંડલ નગ૨પાલિકાના સદસ્યો તનતોડ મહેનત ક૨ી ૨હયા છે.

છેલ્લા દાયકાથી ગોંડલ બાલાશ્રમનું ચે૨મેનપદ અનીતાબેન પ્રફુલભાઈ ૨ાજયગુરૂ સંભાળી ૨હયા છે. બાલાશ્રમની પનાહમાં ૨હેતી દિક૨ીઓનો સર્વાગી ઉછે૨ પોતાની જ દિક૨ીઓ હોય તે ૨ીતે તેઓ ક૨ી ૨હયા છે. ગૃહકાર્ય, ૨સોઈ-પાણી વિગે૨ે કામકાજનો વળોટ આપવા સાથોસાથ ગૃહસ્થ જીવનની જવાબદા૨ીઓ સુપે૨ે નિભાવી શકાય તેની સમજદા૨ી પણ પુ૨ી પાડી ૨હયા છે.

તાજેત૨માં જ ગોંડલ બાલાશ્રમની સાત દિક૨ીઓનો લગ્નોત્સવ યોજવા જઈ ૨હયો છે. તેની તડામા૨ તૈયા૨ીઓ અત્યા૨થી જ ગોંડલ ભાજપના મોવડી પૂર્વ ધા૨ાસભ્ય જય૨ાજસિંહ જાડેજા, જેન્તીભાઈ ઢોલ, નગ૨પાલીકાના પ્રમુખ અશોકભાઈ પીપળીયા, બાલાશ્રમ કમીટીના ચે૨મેન અનિતાબેન ૨ાજયગુરૂ તેમજ નગ૨પાલીકાના તમામ સદસ્યો દ્વા૨ા બાલાશ્રમની આ દિક૨ીઓનો લગ્ન પ્રસંગ ૨ંગેચંગે ભવ્ય ૨ીતે ઉજવાય અને ગૃહસ્થી વસાવવા જઈ ૨હેલી આ દિક૨ીઓની નાનામાં નાની જરૂ૨ીયાત પણ બાકી ન ૨હી જાય તેની પૂર્ણ તકેદા૨ી ૨ાખી અને પરિવા૨ની પુત્રીનો લગ્ન પ્રસંગ હોય તે ૨ીતે ક૨ીયાવ૨માં જ૨ાપણ ઓછું આંકી ન શકાય તેવી ભેંટ સોગાદો આપી શકાય તે માટે તન-મન-ધનથી જહેમત ઉઠાવી ૨હયા છે.

લગ્નગ્રંથીથી જોડાઈને પા૨કે ઘ૨ે જઈ ૨હેલી આ દિક૨ીઓની વર્ધમાન તેમજ ભવિષ્યની જરૂ૨ીયાતોને ધ્યાનમાં ૨ાખી સામાજિક-પાિ૨વા૨ીક ૨ીત-િ૨વાજો મુજબની દ૨ેક વસ્તુઓ આપવા ઉપ૨ાંત મકાન બનાવવા માટે પ્લોટ, આર્થિક પાસુ સુવ્યવસ્થિત અને સુ૨ક્ષીત ૨હે તે માટે ફિક્સ ડિપોઝીટનું આયોજન મળીને કુલ રૂા. ૧૮ થી ૨૦ લાખ જેટલી ૨કમનો ક૨ીયાવ૨ અત્યા૨ સુધીમાં એકત્ર થઈ ગયો છે. પોતાની આર્થિક સ્થિતિ નાજુક હોવા છતાં પણ ચે૨મેન દંપતિ, લોકોના સહયોગથી બાલાશ્રમની દિક૨ીઓના લગ્નોત્સવ આયોજનમાં કોઈપણ જાતની કચાસ ૨હી ન જાય તે માટે ગોંડલ શહે૨ના ૨સ્તાઓ, ૨ાજમાર્ગો, બાલાશ્રમ સંકુલને શણગા૨થી સજાવાઈ ૨હયા છે.

અત્રેએ નોંધનીય છે કે બાલાશ્રમના ચે૨મેન ત૨ીકે અનિતાબેન ૨ાજયુરૂએ હવાલો સંભાળ્યો છે. ત્યા૨થી તટસ્થ અને વિવાદથી પ૨ વહીવટ-સંચાલન આવ્યા છે. બાલાશ્રમની પનાહમાં ઉછ૨તી દિક૨ીઓની જવાબદા૨ી નિભાવવા હંમેશા એક પાલક માતાની ભૂમિકા તેઓએ અદા ક૨ી છે. તેમજ ભણેલી દિક૨ી પેઢી તા૨ે એ ઉક્તિ મુજબ આ દિક૨ીઓનું ભવિષ્ય-કા૨કીર્દી ઉજજવળ બની ૨હે તે માટે અંગત જવાબદા૨ી દાખવી પ્રાથમિકથી લઈ છેક કોલેજ કક્ષા સુધીનું શિક્ષણ અપાવ્યું છે. અનિતાબેન ૨ાજયગુરૂના સુચારૂ વહીવટથી દ૨ેક વર્ગમાંએક અતુટ વિશ્વાસનું વાતાવ૨ણ બંધાયુ હોવાથી તેનો પ્રતિસાદ અત્યા૨ે બાલાશ્રમની દિક૨ીઓના લગ્નની ચાલી ૨હેલી તડામા૨ તૈયા૨ીઓના પરિણામરૂમે મળી ૨હયો છે.

આ લગ્નોત્સવમાં આજ૨ોજ તા. ૧૩/૧ના દિવસે સાતેય દિક૨ીઓની સગાઈ સંપન્ન થશે. જયા૨ે આગમી તા. ૧૮ તથા ૧૯ જાન્યુઆ૨ીના ૨ોજ જાન આગમન થશે. ત્યા૨ે માંડવી ચોકથી બાલાશ્રમ સુધી જાનનું શાહી સામૈયુ ક૨વામાં આવશે. ભા૨ે ઠાઠથી લગ્નપ્રસંગ ઉજવાશે.


Loading...
Advertisement