દામનગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ સહિત પાંચ જુગટુ ખેલતા ઝડપાયા : રોકડ જપ્ત

13 January 2020 02:20 PM
Amreli
  • દામનગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ સહિત પાંચ જુગટુ ખેલતા ઝડપાયા : રોકડ જપ્ત

રાજુલાના માંડણ ગામે તરૂણનું ઝેરી દવા પીતા મોત : આપઘાત

(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.13
અમરેલી એસઓજી પો. ઈન્સ. કે.ડી. જાડેજા તથા પો.સ.ઈ. મહેશ મોરી અને એસઓજી ટીમ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ સહિત પાંચ ઈસમો પકડાઈ ગયેલ. જે પકડાયેલ આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને દામનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતા રેઈડ દરમિયાન પકડાયેલ ઈસમોમાં (1) રાણાભાઈ જેરામભાઈ રાઠોડ (ઉ.વ.45) રહે. ભુરખીયા (2) મહેન્દ્રભાઈ ઉકાભાઈ જયપાલ (ઉ.વ.51) રહે. દામનગર (દામનગર ન.પા. પૂર્વ પ્રમુખ) (3) પ્રવીણભાઈ કાળુભાઈ ગોરસીયા(ઉ.વ.36) રહે. ભુરખીયા (4) નનકુભાઈ દુદાભાઈ મકવાણા (ઉ.વ.35) રહે. ભુરખીયા (5) મહેન્દ્રભાઈ મગનભાઈ કાવર (ઉ.વ.53) રહે. દામનગરને રોકડા રૂા. 15,440 તથા મોટર સાયકલ નંગ-ર કિંમત રૂા. 30,000 તથા મોબાઈલ ફોન નંગ-પ કિંમત રૂા. 11,800, ગંજીપતાના પાના નંગ-પર કિંમત રૂા. 0.00 મળી કુલ કિંમત રૂા. 57,240નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ એસઓજી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

બાળકીનું મોત
મૂળ મઘ્યપ્રદેશના વતની અને હાલ બાબરા તાલુકાના ગળકોટડી ગામની સીમમાં રહેતા કાળુભાઈ રેમશંગભાઈ ડામોરની 2 વર્ષની પુત્રી સંજના ગત તા.10ના રોજ બપોરના 3 વાગ્યાના સમયે અમરાપરા ગામની સીમમાં રમતા રમતા પાણીની ડોલમાં ઉંધે માથે પડી જતા બાળકીનું મોત નિપજયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.

તરૂણનું મોત
રાજુલા તાલુકાના માંડણ ગામે રહેતા રોહિત ચતુરભાઈ રાઠોડ નામના 16 વર્ષીય તરૂણે ગત તા.9ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતાં પ્રથમ મહુવા અને વધુ સારવાર માટે ભાવનગર દવાખાને ખસેડાયેલ. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું ડુંગર પોલીસમાં જાહેર થવા પામેલ છે.

દારૂ સાથે ઝડપાયો
અમરેલીના મીની કસ્બાવાડ વિસ્તારમાં રહેતા મોઈન ઉર્ફે મોઈલો, અલ્તાફ પોતાના હવાલાવાળા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ ડીલેવરી આપવા જતા હોય, પોલીસે તપાસ કરતાં આરોપીએ વિદેશી દારૂની બોટલનો ઘા કરી ફોડી નાંખી અને પોલીસ કોન્સ્ટેબલને ધકકો મારી પછાડી દઈ પોલીસની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ અમરેલી સીટી પોલીસમાં નોંધાઈ છે.


Loading...
Advertisement