ઊનાના ઉમેજમાં રૂા.1.75 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

13 January 2020 02:11 PM
Veraval
  • ઊનાના ઉમેજમાં રૂા.1.75 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

1760 દારૂની બોટલ અને બીયર ડબ્બા બુટલેગરના ધરમાંથી ઝડપાયા..

ઊના તા.13
ઊના પોલીસે ગઇકાલે મોડી સાંજના સમયે ઉમેજ ગામના બુટલેગરના ધરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી અને વેચાણ કરી હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે ઉના પીઆઇ વી એમ ચોધરી તેમજ પી એસ આઇ જેવી ચુડાસમા સહીતનો પોલીસ કાફલો ઉમેજ ગામે રહેતા લીસ્ટેડ પ્રોહિ બુટલેગર ભગુ ઉર્ફે ભગા ઉકા જાદવના ધરે રેઇડ કરતા મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મળી આવતા આ સ:ગ્રહ કરી રાખેલ દારૂનો જથ્થો ઉના પોલીસ સ્ટેશને લાવતા ભારતીય બનાવટી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 1631 બોટલો તેમજ 129 બીયરના ટીન મળી કુલ નં.1760 મળી આવતા જેની કિંરૂ. 1,75,600 જો મુદામાલ ઝડપી પાડેલ હતો.

આ રેઇડ દરમ્યાન આરોપી ભગુ ઉર્ફે ભગા જાદવ મળી આવેલ નહી. તેની વિરૂધ 65 ઇ મુજબ ગુનો નોધી તેની શોધખોળ પોલીસ કરી રહી છે. આ પ્રોહી રેઇડ ઉમેજ ગામે કરાતા ઉના પોલીસના પ્રો.હેડ કે જે પીઠીયા, મનુભાઇ સોલંકી, મેહુલસિંહ, ધર્મેન્દ્રસિંહ, પ્રકાશભાઇ સહીતના પોલીસનો મોટો કાફલો જોડાયો હતો. આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ક્યાથી મંગાવ્યો અને કોઇને કટીંગ કરીને આપવાનો હતો. તે અંગે પી આઇ ચૈધરી તપાસ કરી રહ્યા છે.


Loading...
Advertisement