ધોરાજી પંથકમાં ખાબકેલા કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકશાન

13 January 2020 02:09 PM
Dhoraji
  • ધોરાજી પંથકમાં ખાબકેલા કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકશાન

ધોરાજી તા.13
ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકશાન થયેલ છે. ધોરાજી પંથકમાં એક તો અતિભારે વરસાદથી ધરતી પુત્રોના રવિપાકનો સોથ વળી ગયેલ છે અને માંડ માંડ શિયાળુ પાક વાવેલ ત્યાં કુદરત રૂઠી કમોસમી વરસાદ વરસાવેલ છે. ધોરાજી પંથકમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે. અત્યારે ચોમાસા જેવો માહોલ હોય તેમ કાળા ડીબાંગ વાદળો આકાશમાં છવાઇ ગયેલ છે અને ઝરમર ઝરમર વરસાદ પડેલ છે. આથી શિયાળુ પાકમાં જેવા કે જીરૂ, ચણા, રાયડો, ધાણા સહિતના પાકોને વ્યાપક નુકશાન થયેલ છે.


Loading...
Advertisement