ધોરાજી: કાર હડફેટે 108ના ડોકટરને ઇજા :ગંભીર હાલત

13 January 2020 02:08 PM
Dhoraji
  • ધોરાજી: કાર હડફેટે 108ના ડોકટરને ઇજા :ગંભીર હાલત

અકસ્માત બાદ નાસી છુટેલા કાર ચાલકને દબોચી લેવા પોલીસ તપાસનો ધમધમાટ

ધોરાજી તા.13
ધોરાજીના 108 ડોકટરને કારે હડફેટે લેતા ગંભીર હાલતમાં લોકોના જીવ બચાવાવાળા ખુદ 108ના સેવાભાવી ડોકટર માદરે વતન ઉના ગયેલ અને ત્યાંથી પોતાની 108માં નોકરી માટે ઉનાથી બાઇક લઇ ધોરાજી આવતા હતા. ધોરાજી પાસે જૂનાગઢ રોડ પર કેનાલ પાસે 108ના ડોકટરના બાઇકને કાર ચાલકે ઠોકર મારી નાસી ગયેલ અને 108ના ડોકટર રોડ પર કણસતા હતા.

આ અંગે લોકોએ 108માં ફોન કરતા 108ના તમામ કર્મચારી ઘટના સ્થળે દોડી જઇ ગંભીર ઇજા પામેલ એવા રાજુભાઇ બોઘાભાઇ રામને લઇ જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા અને તેની તબિયત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવમાં પોલીસે માનવતા વિહોણા કાર ચાલકને પકડી પાડવા ચક્રોગતિમાન કરેલ છે.


Loading...
Advertisement