ધોરાજી પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી

13 January 2020 02:05 PM
Dhoraji
  • ધોરાજી પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી
  • ધોરાજી પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી

ટ્રાફિકના કાયદા અંગે વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું


ધોરાજી તા.13
ધોરાજી પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફીક અને માર્ગદર્શન આથી ટ્રાફીક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ધોરાજી પોલીસ દ્વારા ગેલેકસી ચોક ખાતે તા.11/1 થી 17/1 સુધી ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ધોરાજીના પીઆઇ જોશી, પીએસઆઇ વસાવા તેમજ ટ્રાફીકના સુરેશભાઇ પટેલ, ડી.કે.બોરીચા, કનકસિંહ, દેવજીભાઇ તેમજ કે.કે.પરમાર સહિતના સ્ટાફ સાથે વાહન ચાલકોને વાહન અકસ્માતો ન થાય તે અંગે માર્ગદર્શન આપેલ હતું. તેમજ વિદ્યાર્થીઓને પીઆઇ જોશી નાની ઉમરમાં બાઇકો ન ચલાવા જણાવેલ હતું. આ તકે ખાસ પીઆઇ જોશીએ જણાવેલ કે અત્યારે મોટા ભાગના અકસ્માતો ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવામાં થાય છે. જો ચાલુ વાહને ફોન આવે તો સાઇડમાં ઉભુ રાખી વાત કરવી.આ તકે વાહનમાં રીફલોર અને રેડીયમ પટ્ટી વગેરે લગાડવા માર્ગદર્શન આપેલ. આ તકે પોલીસ દ્વારા વાહન ચાલકોને ફૂલ આપી જાણકારી આપેલ હતી. આ તકે ટ્રાફીક બ્રિગેડના કુલદિપ ચૌહાણ, કાનજી મકવાણા, કિરીટભાઇ પરમાર, જશ્મીન રાવરાણી, હિરેનભાઇ અને કિશનભાઇ બલદાણીયા સહિતનો સ્ટાફ હાજર રહેલ. આ તકે પોલીસ દ્વારા ટ્રાફીક નિયમ અંગે પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. ુ


Loading...
Advertisement