અમરેલીના બહુચર્ચિત શૌચાલય કૌભાંડનું ફિંડલુ વાળવા પ્રયાસ : માહિતી આપવામાં ઠાગાઠૈયા

13 January 2020 01:41 PM
Amreli Crime Saurashtra Government Gujarat Technology
  • અમરેલીના બહુચર્ચિત શૌચાલય કૌભાંડનું ફિંડલુ વાળવા પ્રયાસ : માહિતી આપવામાં ઠાગાઠૈયા

RTI કાર્યકરની અરજી પણ વિગતો-પુરાવા આપવા ઇન્કાર

અમરેલી, તા. 13
અમરેલી પાલિકામાં આજથી 8 વર્ષ પહેલા ગરીબ પરિવારોને શૌચાલયની સહાય કરવામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવી રહૃાો છે. આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કથિત કૌભાંડને બહાર લાવવા ભારે જહેમત ઉઠાવી રહૃાાં છે.

આ પ્રકરણમાં એક નવો વળાંક આવેલ છ. આરટીઆઈ એકટીવીસ્ટ સુખડીયાએ પાલિકાનાં શાસકો સમક્ષ માહિતી અધિકાર અધિનિયિમ મુજબ લાભાર્થીઓનાં નામ સહિતની વિગતો માંગી તો તેને નનૈયો ભણવામાં આવ્યો અને અન્ય નગરસેવક સહિતનાં ર અરજદારોને ડીવીડીનાં સ્વરૂપે માહિતી આપવામાં આવતાં આ પ્રકરણમાં અનેક શંકા કુશંકા ઉભી થઈ રહી છે.

આરટીઆઈ એકટીવીસ્ટે પૂન: ચિફ ઓફિસરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકા કચેરી પાસેથી આરટીઆઈ અરજી તા. 1પ/11/ર019નાં લાભાર્થીની સીડી, ડીવીડી શૌચાલયની માંગેલ જેના તા. 9/1ર/19નાં આવુ સીડી, ડીવીડી ઉપલબ્ધ નગરપાલિકા પાસેનથી એવું જણાવેલ. ત્યારબાદ તા. 1ર/1ર/19નાં ફરી આરટીઆઈની શૌચાલય અંગે લોકોએ કરેલ આરટીઆઈની અરજી અને જવાબોની નકલો માંગતા તેમાં તા. 30/3/19નાં મકવાણા મહેશ જેઠાભાઈ રહે.
કોડીનાર અને તા. ર9/8/18નાં ચંદુભાઈ નાગજીભાઈ બારૈયા રહે. હનુમાનપરા-અમરેલીને આ બન્ને અરજદારોને રૂા. પ0ની 1 એમ ત્રણ સીડી, ડીવીડી રૂા. 1પ0માં આપવામાં આવેલ છે. પરંતુ મને આ સીડી ની કોપી રેકર્ડમાં ઉપલબ્ધ નથી તેવું જણાવેલ. ખરેખર આ શૌચાલય કૌભાંડની 3448ની લાભાર્થી યાદીના ચાર કરોડ જેવી રકમમાં મોટો ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ એસીબી નિયામક અને સબંધિત વિભાગને ફરિયાદ કરતા આ સીડી મને જાણી જોઈ આપેલ નથી. અને ભ્રષ્ટાચારની વિગતો છુપાવી અથવા આપની ઓફિસમાંથી ગુમ કરી પુરાવાના નાશ કરવા આમ થયેલ હોવાનું સ્પષ્ટ થાય છે તેમ અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement