બજેટમાં સીધા કરવેરાની નવી ‘માફી’ યોજના આવશે

13 January 2020 12:56 PM
Business India Budget 2020
  • બજેટમાં સીધા કરવેરાની નવી ‘માફી’ યોજના આવશે

બજેટમાં સરકાર મહત્વની બે જાહેરાતની તૈયારીમાં; છેલ્લા છ વર્ષમાં નહી દર્શાવેલી આવક સાથે રીટર્ન પુન: ખોલવાની તક: કોઈ પુછપરછ નહી થાય: વ્યાજદંડ વગર જ ફકત વેરો ભરવાની તક : વેરાના ડિફોલ્ટર્સ- અપીલમાં ફસાયેલા કેસમાં પણ માફી યોજનાથી ચોકકસ રકમ ભરવા કરદાતાને જણાવશે

નવી દિલ્હી: આગામી કેન્દ્રીય બજેટમાં સરકાર સીધા કરવેરામાં જે ડિફોલ્ટર છે. તેમના માટે માફી યોજના જાહેર કરી શકે છે. આવકવેરા સહિતના સીધા કરવેરાએ જે લોકોના કેસ ફાઈનલ થયા છે. તેઓના નાણા બાકી છે અથવા તો જે કેસ આવકવેરાથી વિવિધ અદાલતોમાં પેન્ડીંગ છે. તેમાં સરકારના અંદાજે રૂા. 2 લાખ કરોડની રકમ ફસાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર તેમાં દંડ, વ્યાજ તથા અન્ય જે વધારાના ચાર્જ લગાવાયા છે તેમાં રાહત આપીને બાકીના નાણા ભરવા એક ટુંકી મુદત આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર વર્ષોથી ખેચાતી આ જંગી રકમમાં કાનુની સહિતની કાર્યવાહીમાં સમય જાય છે. તેનાથી હવે વનટાઈમ સેટલમેન્ટ જેવી યોજના બજેટમાં રજુ કરશે. આ યોજનાથી સરકાર અંદાજે
રૂા.50000 કરોડની વસુલાત મેળવવા માંગે છે.
ઉપરાંત આવકવેરા સહિતના વિભાગોની કામગીરી પણ ઘટશે. આ યોજનામાં વધુ એક શકયતા છે. સરકાર 2014 બાદની જે વધારાની આવક જેનું રીટર્ન ફાઈલ થયું ન હોય કે પછી રીટર્નમાં આ આવક છુપાવાઈ હોય તેને માટે પણ એક યોજના લાવશે. જેમાં કરદાતા જેનું 2014 થી આવકવેરાનું રીટર્ન ફરી ખોલાવી શકશે અને પોતાની જે આવક દર્શાવી ન હતી તે દર્શાવીને જે કઈ વેરો જે તે ધર્મની સરખામણીમાં થતો હોય તે દર્શાવીને કુલ બાકી રકમ ભરીને જુની આવકમાંથી દંડ-વ્યાજ માંથી રાહત મેળવી શકશે. સરકાર આ રીતે પણ મોટી રકમ મેળવવા માંગે છે. આ યોજનામાં કોઈ ફોજદારી કે ભવિષ્યની આવકનો આધાર બનાવાશે નહી તેવી ખાતરી અપાશે. સરકાર હાલની આર્થિક મંદીની સ્થિતિમાં તેની આવક વધારવા માટે આ પ્રકારની નવી યોજના લાવી રહી છે.


Loading...
Advertisement