જસદણના વતની વણિક અગ્રણીઓને મુંબઈ ખાતે એવોર્ડ એનાયત

13 January 2020 12:54 PM
Jasdan
  • જસદણના વતની વણિક અગ્રણીઓને મુંબઈ ખાતે એવોર્ડ એનાયત

(ધર્મેશ કલ્યાણી)
જસદણ તા. 13
ફેડરેશન મોઢવણીક સમાજ મુંબઈ દ્વારા તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા એવોર્ડ વિતરણ સમારોહમાં જસદણના વતની વિવિધ વણિક અગ્રણીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જસદણના વતની અને રઘુવીર જીનિંગના સંચાલક રમેશભાઈ જીવાણી (આર બી શાહ) લાઈફ સ્ટાઈલ પ્રોજેક્ટના ગોપીભાઈ કિરીટભાઈ પટેલ, ગિરિરાજ જીનીગ લીંબડીના હસુભાઈ શાહ, માતંગી ઓઇલ મીલ ઢસાના મિતલભાઇ ગાંગડીયા, રાજકોટના કેતનભાઇ મારવાડી, અમદાવાદના પરમાનંદભાઈ શાહ સહિતના લોકોને વૈશ્વિક મોઢ બિઝનેસ બ્રાન્ડ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં આ સંસ્થાના ગુજરાત કમિટીના ચેરમેન અમદાવાદના ચીમનભાઈ શાહ વટવાવાળા, રાજકોટના મનસુખભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement