જેએનયુ વિવાદ પછી દીપિકાને ચમકાવતી બ્રાન્ડ્સ સાવચેત : કેટલાકે વિજ્ઞાપન અટકાવ્યા

13 January 2020 12:41 PM
Entertainment India
  • જેએનયુ વિવાદ પછી દીપિકાને ચમકાવતી બ્રાન્ડ્સ સાવચેત : કેટલાકે વિજ્ઞાપન અટકાવ્યા

‘છપાક’ અભિનેત્રીએ 23 બ્રાન્ડ સાઈન કરેલી છે

નવી દિલ્હી, તા. 13 : એક સપ્તાહ પહેલાં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસમાં બુકાનીધારી લોકોના હુમલાનો ભોગ બનેલી વિદ્યાર્થીઓ સાથે ઉભી રહેનારી દેશની સૌથી વધુ રકમ મેળવતી એક્ટર દીપિકા પાદૂકોણ ઉદારમતવાદીઓની સારવાર મેળવી રહી છે. પણ અગ્રણી બ્રાન્ડ સાવચેતી જાળવી રહી છે.

કેટલીક બ્રાન્ડનાં જણાવ્યા મુજબ દીપિકાની જાહેરખબરવાળી કેમ્પેઇન તે ટૂંકાગાળામાં ઘટાડી રહી છે. સેલિબ્રીટી મેનેજરો કહે છે કે ભવિષ્યના એન્ડોર્સમેન્ટ કરારમાં બદલો લેવા તરફ વળેલા શાસકોના ગુસ્સાનો ભોગ બને એ રીતે રાજકીય વલણ તો એ જોખમને આવરી તેની જોગવાઈ થવાની શક્યતા છે.

કોકા કોલા અને એમેઝોન સહિતની બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરતાં આઈપીજી મીડિયા બ્રાન્ડ્સનાં ચીફ એક્ઝ્ક્યિુટીવ શશી સિંહાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે બ્રાન્ડ સલામત રમવામાં માને છે, અને વિવાદથી દૂર ભાગે છે. ‘છપાક’ રિલીઝ થઇ એના 3 દિવસ પહેલાં દીપિકા જેએનયુ કેમ્પસ ગઇ હતી અને જેએનયુ વિદ્યાર્થી સંગઠનના નેતા આઈસી ઘોષ ઇજાગ્રસ્ત પાછળ ઉભેલી જોવા મળી હતી. આ તસવીર વાઈરલ થઇ હતી. કેટલાકે તેની હિંમતને બિરદાવી હતી તો ટ્રોલ અને યુવાનોએ તેનો ઉઘડો લીધો હતો.

‘ટુકડે-ટુકડે ગેંગ’ સાથે સંંબધના છાવરવાનો આરોપ મુકી શાસક પક્ષ દ્વારા છપાકનો બહિષ્કાર કરવાનું આહવાન આપવામાં આવ્યું હતું. શુક્રવારે ફિલ્મ રિલીઝ થઇ એ પછી તેનુંં બે દિવસમાં કલેકશન રૂા. 11.67 કરોડ થયું હતું. રવિવારનુંં કલેકશન નવ કરોડ આસપાસ હતું. ફિલ્મ બનાવવાનો કુલ ખર્ચ 40 કરોડથી નીચો છે. એક એજન્સીનાં જણાવ્યા મુજબ અમને એક મધ્યમ કદની બ્રાન્ડ દ્વારા દીપિકાને ચમકાવતી વિજ્ઞાપન અટકાવવા જણાવવામાં આવ્યું છે.

રૂા. 106 કરોડની નેટવર્થ ધરાવતી પાદૂકોણ બ્રિટાનિયાની ગુડ ડે, લોરિયલ, તનિષ્ક, એક્સિસ બેંક સહિત 23 બ્રાન્ડ એન્ડોર્સ કરે છે.

એક અહેવાલ મુજબ 2012માં તે દિવસના 11 કલાક ટેલિવઝિન વિજ્ઞાપનોમાં જોવા મળી હતી. તે એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો 8 કરોડ રૂપિયા લે છે. ટોચની એક સેલિબ્રીટી મેનેજમેન્ટ કંપનીના વડાએ જણાવ્યું હતું કે, અમે રાજકીય બાબતોને બોલવાના ફાયદા-ગેરફાયદા જણાવીએ છીએ. આ મામલે વ્યક્તિગત પસંદગીની બાબત છે, પણ સંવેદનશીલ મામલે બોલવાની મામલો ગમે તે બાજુએ જઇ શકે છે.

જો કે કેટલાક એડ નિષ્ણાંતો માને છે કે આ કારણે બ્રાન્ડ સેલિબ્રીટી સાથે છેડો ફાડે તેવું બનશે નહીં અને મામલો ટૂંક સમયમાં ભૂલાઈ જશે.

જેએનયુ મામલે સોનમ કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સુનિલ શેટ્ટી જેવી હસ્તીઓએ પણ પોતાના અભિગમ વ્યક્ત કર્યાં છે. સોનમ કપૂરે તો હુમલાખોરોને પડકારતાં જણાવ્યું હતું કે, નિર્દોષો પર હુમલો કરતી વખતે તમારે ચહેરો તો બતાવો. નાગરિકતા સુધારા કાયદા અને સરકારની અન્ય નીતિઓ સામે સ્વરા ભાસ્કર, વરુણ ધવન અને અન્ય ફિલ્મ ઉદ્યોગનાં કેટલાક અગ્રણીઓ સતત બોલી રહ્યા છે, અને એથી તેમણે શાસક પક્ષનો ગુસ્સો વહોરી લીધો છે.


Loading...
Advertisement