વર્લ્ડકપમાં આઘાતજનક રનઆઉટ પર આખરે ધોનીએ મૌન તોડયું

13 January 2020 12:37 PM
India Sports
  • વર્લ્ડકપમાં આઘાતજનક રનઆઉટ પર આખરે ધોનીએ મૌન તોડયું

હું ખુદને પૂછું છું કે ત્યારે મેં ડાઈવ કેમ ન લગાવી: ધોની

નવી દિલ્હી તા.13
ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડકપ 2019ના સેમીફાઈનલમાં ભારતીય ટીમના અનુભવી વિકેટ કીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોની રનઆઉટ થઈ ગયા હતા, જે મુદે આખરે ખુદ ધોની એ ખુલાસો કર્યો છે.

માત્ર 2 ઈંચની દૂરીથી ધોની રનઆઉટ થયો હતો, જયારે માર્ટીન ગુપ્ટીલનો સીધો થ્રો વિકેટો પર લાગ્યો હતો. પુર્વ ભારતીય કેપ્ટન ધોનીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને એ વાતનો હંમેશા ખેદ રહેશે કે તેણે રન આઉટથી બચવા ડાઈવ કેમ નહોતી લગાવી. ઉલ્લેખનીય છે કે ધોનીએ પોતાના 15 વર્ષની કેરિયરમાં બહુ જ ઓછા પ્રસંગોએ ડાઈવ લગાવી છે. પોતાની તેજ તર્રાટ દોડથી જાણીતા એમ.એસ.ધોની હંમેશા ફિલ્ડર્સને માત આપીને ક્રીઝમાં પહોંચી જતો હતો. પરંતુ વર્ષ 2019ના વલર્ડકપમાં સેમીફાઈનલમાં આવું નહોતું થઈ શકયું.

ધોનીએ મુલાકાતમાં જણાવ્યું હતું કે હું ખુદને એ પૂછવા માગું છું કે મેં ત્યારે ડાઈવ કેમ ન કરી, માત્ર એ બે ઈંચના બારામાં હું વિચારતો રહું છું. ઉલ્લેખનીય છે કે તે મુલાબલામાં ધોની 50 રન બનાવીને આઉટ થયેલો અને ભારત મેચ હારીને વર્લ્ડકપની બહાર થઈ ગયું હતું.


Loading...
Advertisement