રમકડા-ટીવી જેવી ઈલેકટ્રોનીક ચીજોની આયાત પર તોળાતા નિયંત્રણો

13 January 2020 12:32 PM
Government India Technology
  • રમકડા-ટીવી જેવી ઈલેકટ્રોનીક ચીજોની આયાત પર તોળાતા નિયંત્રણો

સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકારનો ઈરાદો

નવી દિલ્હી તા.13
સ્વદેશી ઉત્પાદનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર રમકડા તથા ટેલીવીઝન જેવી કેટલીક ઈલેકટ્રોનીક ચીજવસ્તુઓની આયાત પર નિયંત્રણો લાગુ પાડે તેવા નિર્દેશ છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં પામોલીન તેલની આયાત મુક્તમાંથી નિયંત્રીતની યાદીમાં મુકી દીધી હતી તેની સાથોસાથ અન્ય આવી કેટલીક ચીજોની આયાત પર પણ નિયંત્રણો મુકવા વિશે ચર્ચા થઈ હતી.

સૂત્રોએ કહ્યું કે પામોલીન પરના નિયંત્રણો પાછળ બે કારણો હતો. કાશ્મીર મુદે મલેશિયાના બફાટ સામે તેને પાઠ ભણાવવાનો આશય હતો. સાથોસાથ ઘરઆંગણે રીફાઈનરીઓને પ્રોત્સાહન આપવાનો હેતુ હતો. ભારતમાં ખાદ્યતેલની જરૂરિયાતમાં પામોલીનની નિર્ભરતા રોકવા તથા ઘરઆંગણાના ખાદ્યતેલોને પ્રોત્સાહન આપવામાં પણ સરકારનો ઈરાદો છે.

સૂત્રોએ કહ્યું કે રમકડાની આયાત નિયંત્રીત કરવા માટે સ્વદેશી ઉપરાંત વિદેશી ઉત્પાદક કંપનીઓ માટે કવોલીટી કંટ્રોલ તથા કડક માપદંડો તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાંક મોયા સ્ટોર દ્વારા સીંગલ બ્રાન્ડ રીટેઈલ કાયદા હેઠળ ચાઈનીઝ રમકડાનો સ્ટોર કરવામાં આવતાં હોય છે. સરકારે રમકડાની આયાતને પણ અંકુશિત શ્રેણીમાં મુકી શકે છે.

ભારતમાં રમકડા તથા રમતગમત સંબંધી ચીજોની આયાત ગત વર્ષે 4500 કરોડની હતી. તેમાંથી 3200 કરોડની આયાત તો માત્ર ચીનમાંથી જ થઈ હતી. આ જ રીતે ટેલીવીઝન જેવી ઈલેકટ્રોનીકસ ચીજો પણ સસ્તી મળતી હોવાથી ચીન તથા દક્ષિણ પુર્વીય એશિયાઈ રાષ્ટ્રોમાંથી જંગી આયાત થાય છે. આયાત ઘટાડવા માટે સરકારે આયાત જકાત વધારાનો વિકલ્પ અજમાવ્યો હતો. પરંતુ કંપનીઓ વિદેશોના અન્ય ઉત્પાદન પ્લાન્ટમાંથી મંગાવીને મુક્ત વ્યાપાર કરારનો લાભ મેળવી લ્યે છે એટલે ડયુટી વધારા સિવાયના માર્ગો અપનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. ટીવી ઉપરાંત ઈલેકટ્રીકલ મશીનરી- ઉપકરણોની આયાતનો હિસ્સો કુલ આયાતમાં 10 ટકા અર્થાત 36000 કરોડ જેવો થવા જાય છે.


Loading...
Advertisement