પાણીના કારણે હત્યા મામલે ગુજરાત દેશમાં પ્રથમ

13 January 2020 12:22 PM
Ahmedabad Gujarat
  • પાણીના કારણે હત્યા મામલે ગુજરાત દેશમાં પ્રથમ

દેશમાં આ કારણે 91 હત્યા પૈકી 21% ગુજરાતમાં

અમદાવાદ તા.13
માર્ચ 2018માં વાડજમાં રહેતો 33 વર્ષનો મહેશ સેન્મા તેના ભાઈને ટિફીન આપી પાછો ફરતો હતો. આ દિવસે તેણે પોતાના બનેવીને ખેતરમાં પાણી પ્રશ્ને કેટલાક સ્થાનિક લોકો સાથે બોલાચાલી થતી જોઈ. ટુંકમાં ગાળાગાળી હિંસામાં પરિણમી અને ચાર સ્થાનિકોએ તેના પર હુમલો કરતાં મહેશે જાન ગુમાવ્યો.

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો (એનસીઆરઈ)ના 2018ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં પાણી પ્રશને થયેલી 18 હત્યામાં ઉપરોક્ત એક બનાવ સામેલ હતો. ભારતમાં પાણીના વિવાદના કારણે વર્ષમાં 91 હત્યા થઈ હતી. આ કેટેગરીમાં ગુજરાતમાં 21% ઘટનાઓ બની હતી. આ કેટેગરીમાં ગુજરાત બિહાર (15), મહારાષ્ટ્ર (14), રાજસ્થાન અને ઝારખંડ (10) કરતાં ખરાબ સાબીત થયું છે. 2017માં ગુજરાતમાં પાણી પ્રશ્ને મારામારીમાં પાંચની હત્યા થઈ હતી એ જોતા એક જ વર્ષમાં સંખ્યા પાંચ ગણી વધી ગઈ હતી.

રિપોર્ટ મુજબ ગુજરાતમાં નોંધાયેલી કુલ હત્યામાં નાના ક્ષુલ્લક વિવાદોના કારણે 21% બનાવબન્યા હતા. દેશમાં હત્યાના આવા 211 બનાવો બન્યા હતા, અને ગુજરાતનો ક્રમ આ કેટેગરીમાં ચોથો હતો. પ્રેમ પ્રકરણ અને અનૈતિક સંબંધોના કારણે અનુક્રમે 158 અને 71 હત્યા થઈ હતી.


Loading...
Advertisement