રેલપ્રવાસીઓ માટે ગૂડન્યૂઝ : ચાર્ટ બની ગયા પછી પણ ‘સીટ’ મળી શકશે

13 January 2020 12:17 PM
Government India Travel
  • રેલપ્રવાસીઓ માટે ગૂડન્યૂઝ : ચાર્ટ બની ગયા પછી પણ ‘સીટ’ મળી શકશે

નવી દિલ્હી,તા. 13 : આપ જ્યારે રેલયાત્રા કરતા હો છો ત્યારે આપ આપની સીટના ક્ધફર્મેશનને લઇને ચિંતિત રહેતા હો છો ત્યારે રેલવેએ આપને મોટી રાહત આપી છે. ભારતીય રેલવેએ હવે રિઝર્વેશન ચાર્ટને ઓનલાઈન દેખાડવાનું શરુ કર્યું છે. યાત્રી હવે રીઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ખાલી, બેઠક અને આંશિક રુપે બુકડ બર્થની જાણકારી તેનાથી મેળવી શકે છે.

આનાથી ચાર્ટ બન્યાબાદ ટ્રેનમાં કોઇ સીટ ખાલી છે કે નહીં તેના બારામાં યાત્રીઓને જાણકારી મળી શકે છે. જે મુજબ પ્રથમ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ખુલવાના 4 કલાક પહેલાં ઓનલાઇન જોઇ શકાય છે, ત્યારે બીજા ચાર્ટને ટ્રેન પ્રસ્થાન થવાના અડધા કલાક પહેલા જોઇ શકાય છે.
બીજા ચાર્ટમાં સીટોની વહેંચણીમાં ફેરફાર પ્રદર્શિત થશે.

નવા ફિચર આઇઆરસીટીસીના ઇ-ટીકીટ બુકીંગ પ્લેટફોર્મનાં વેબ અનેમોબાઈલ બન્ને વર્જન પર ઉપલબ્ધ રહેશે. નવા ઇન્ટરફેસમાં ઇન્ડીયન રેલવેના રિઝવર્ડ ટ્રેનમાં ઉપયોગ થનાર બધી શ્રેણીઓમાં લેઆઉટ નજરે પડશે. આઈઆરસીટીસી વેબસાઈટમાં લોગ ઇન કરવાથી તેમાં ચાર્ટસ, વેકેન્સી નવા વિકલ્પ પર નજરે પડશે.


Loading...
Advertisement