મોબાઈલ ગ્રાહકોને બોનાન્ઝા! આકર્ષક સ્કીમ મળશે

13 January 2020 12:13 PM
India Technology
  • મોબાઈલ ગ્રાહકોને બોનાન્ઝા! આકર્ષક સ્કીમ મળશે

વધતો માલ ભરાવો દુર કરવા માટે ટોચની કંપનીઓ ડીસ્કાઉન્ટ, ભાવઘટાડો સહિતની આકર્ષક ઓફરો પેશ કરવાની તૈયારીમાં હોવાનો સંકેત

નવી દિલ્હી તા.13
મોબાઈલ ફોન ખરીદવા માંગતા ગ્રાહકોને આકર્ષક ઓફરોનો વરસાદ થવાના સંકેત હોય તેમ ટોચની પાંચ હેન્ડસેટ કંપનીઓએ ભાલ ભરાવો દુર કરવા માટે ઓનલાઈન તથા ઓફલાઈન વેચાણમાં જંગી ડીસ્કાઉન્ટ તથા ખાસ આકર્ષક ઓફરોની સ્કીમો તૈયાર કરી છે. ખાસ કરીને ઓફલાઈન ચેનલમાં માલ ભરાવો છે અને તેમાં માર્ચ મહિના સુધીસ્કીમો ચાલુ રાખવામાં આવશે.

શિઓમી, રીયલમી, સેમસંગ જેવી કંપનીઓ ઓકટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં જુના મોડલોનો માલ ભરાવો દુર કરી શકી નથી અને નવા-નવા મોડલો ઉતારતી રહી છે. વિવો તથા ઓપો પણ ઘણા અંશે સમાન પરિસ્થિતિનો સામનો કરી રહી છે.

અંગ્રેજી અખબારના રિપોર્ટમાં એમ કહેવાયું છે કે શિઓમી તથા રીયલમીએ ભાલ ભરાવો હોવાની વાત નકારી છે જયારે સેમસંગ, ઓપ્પો તથા વિવોએ કોઈ ટીપ્પણી કરી નથી.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે તમામ કંપનીઓના હેલ્ડસેટમાં કેટલાક મહિનાથી ભાલ ભરાવો થઈ રહ્યો છે. ચાલુ ત્રિમાસિક કવાર્ટરમાં પણ તે સિલસિલો યથાવત રહે તેમ છે. માલ ભરવાની હાલત કંપનીઓ માટે ચિંતાજનક હોય જ છે. નવા મોડલ રજુ કરે તેના ટુંકાગાળામાં જ જુના મોડલના ભાવ ઘટાડી નાખતી હોય છે. ઓનલાઈન પ્લેટફોર્મમાં મોટુ ડીસ્કાઉન્ટ, કેશબેક સહિતની આકર્ષક ઓફરો મળતી હોવાના કારણોસર ઓફલાઈન વેચાણને મોટો ફટકો છે.

કાઉન્ટરપોઈન્ટ રીસર્ચના એસોસીએટસ ડાયરેકટર તરૂણ પાઠકે, જો કે એવો દાવો કર્યો હતો કે માલ ભરાવાની સ્થિતિ ગત વર્ષ જેટલી ખરાબ નથી. ટોચની પાંચ કંપનીઓ વેચાણ પર વોચ રાખી રહી છે. મોટુ ઓનલાઈન વેચાણ કંપનીઓને માલ ભરાવો હળવો કરવામાં કોઈ મોટી તકલીફ પડે તેમ નથી. જો કે, જુના મોડલોનું વેચાણ સાવ મામુલી હોય તેમાં ભાવ ઘટાડો કરી શકે છે. ઓનલાઈન વેચાણમાં મોટો હિસ્સો ધરાવતી શિઓમી તથા રીયલમીને ભાવ ઘટાડા માટે કોઈ મોટી સરત કરવી પડે તેમ નથી. સરળતાથી ઓનલાઈન ઓફસા મુકી શકે છે.

શિઓમીના ચીફ ઓપરેટીંગ ઓફીસર મુરલીક્રિષ્ણને જો કે, આવો દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાંક કવાર્ટરની ગણતરી કરવામાં આવે તો સૌથી ઓછો માલ ભરાવો છે. કંપની ડીમાંડને પહોંચી વળવા ઉત્પાદન વધારા પર જોર કરી રહી છે. રીયલમીના સીઈઓ માધવ શેઠે પણ માલ ભરાવાની વાત નકારી હતી. કંપની ડીમાંડના આધારે જ ઉત્પાદન-સ્ટોક કરતી હોય છે. જુના મોડલો પણ ટુંકાગાળામાં વેચાટ જ જાય છે.

નિષ્ણાંતોએ જો કે, એવો નિર્દેશ કર્યો હતો કે તહેવારોની સીઝનમાં જંગી માલ ઠલવાયો હતો તેની સામે વેચાણ અપેક્ષિત રહ્યું ન હતું. એવતા છ મહિના સુધી માલ ભરાવાની હાલત દૂર થાય તેમ નથી અને આ માટે બાયબેક, કેશબેંક, ડીસ્કાઉન્ટ જેવી ઓફલાઈન ઓફરો પણ મુકવી પડે તેમ છે. ઓફલાઈન પ્લેટફોર્મમાં માલ ભરાવો ઘણો વધુ છે.


Loading...
Advertisement