હું ઝડપથી રિકવર કરી રહ્યો છું: શાહિદકપુર

13 January 2020 11:22 AM
Entertainment
  • હું ઝડપથી રિકવર કરી રહ્યો છું: શાહિદકપુર

જર્સીના શુટીંગ દરમ્યાન થયેલી ઈજા બાદ શાહિદકપુરે કહ્યું...

ચંડીગઢ: ‘જર્સી’ના શુટીંગ દરમ્યાન ઈજા થતાં શાહીદકપુરે જણાવ્યું હતું કે તે ઝડપથી રિકવર કરી રહ્યો છે. ક્રિકેટ પર આધારીત આ ફિલ્મના શુટીંગ દરમ્યાન બોલ અચાનક બાઉન્સ થતાં તેના હોઠ પર વાગ્યો હતો. એના કારણે તેને સ્ટિચિઝ પણ આવ્યા છે. આ સમાચાર વાયુ વેગે ફેલાતાં તેના ફેન્સ ખૂબ ચિંતીત બન્યા છે. સૌ કોઈ તે જલ્દી સાજો થઈ જાય એવી કામના કરી રહ્યા છે.

શાહીદ આ ઈજા બાદ મુંબઈ પાછો ફર્યો છે. લોકોનો આભાર માનતાં ટવીટર પર શાહીદે ટવીટ કર્યુ હતું કે ‘તમે સૌએ મારી ચિંતા કરી એ માટે સૌનો આભાર. હા, મને થોડા સ્ટિચિઝ આવ્યા છે, પરંતુ હું જલદી રિકવર કરી રહ્યો છું. ‘જર્સી’એ મારું થોડું લોહી લીધું છે. જો કે એક સારી સ્ક્રિપ્ટ માટે આ યોગ્ય પણ છે. તમારા સૌનું ભલું થાય. રિયલ બનો. યાદગાર બનો. પ્રેમ ફેલાવો, માનવતા સર્વોપરી છે.’


Loading...
Advertisement