ભારતીય ક્રિકેટ બોર્ડે એનાયત કર્યા વાર્ષિક એવોર્ડ્સ, બુમરાહ બન્યો બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર

13 January 2020 11:20 AM
India Sports
  • ભારતીય ક્રિકેટ બોર્ડે એનાયત કર્યા વાર્ષિક એવોર્ડ્સ, બુમરાહ બન્યો બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર

ક્રિષ્નમાચારી શ્રીકાંત અને અંજુમ ચોપડાને મળ્યો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

મુંબઈ : ઇન્ડીયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પોતાના શાનદાર પરફોર્મન્સ માટે ઘણી નામના મેળવી ચૂક્યો છે અને તેના ધમાકેદાર પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે તેને ઇન્ટરનેસનલ બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો પોલીસ ઉમરીગર એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

વર્ષ 2018-19માં શાનદાર પરફોર્મન્સ કરવા બદલ બુમરાહને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેણે સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ મેચમાં પાંચ-પાંચ વિકેટ લેવાનો કીર્તિમાન સર્જ્યો હતો અને આવું કરનારા તે એઇશયાનો પહેલો બોલર બન્યો હતો. મહિલાઓમાં આ એવોર્ડ માટે પૂનમયાદવ પર પસંદગી ઉતારવામાં આવી હતી. આ ઉપરાંત ક્રિષ્નમાચારી શ્રીકાંતને પુરુષ વર્ગમાં અને અંજુમ ચોપડાને મહિલા વર્ગમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.

લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સ્વીકાર્યા બાદ ક્રિષ્નમાચારી શ્રીલંકા

જાણો અન્ય ખેલાડીઓને ક્યા એવોર્ડ મળ્યા
પ્લેયર એવોર્ડ
ક્રિષ્નમાચારી શ્રીકાંત કર્નલ સી.કે. નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
અંજુમ ચોપડા બીસીસીઆઈ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ફોર વુમન
દિલીપ દોશી બીસીસીઆઈ સ્પેશ્યલ એવોર્ડ
ચેતેશ્વર પૂજારા દિલીપ સરદેસાઈ એવોર્ડ (2018-19માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવા માટે
જસપ્રીત બુમરાહ દિલીપ સરદેસાઈ એવોર્ડ (2018-19માં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવા માટે)
સ્મૃતિ મંધાના 2018-19માં વુમન્સ વન-ડેમાં સૌથી વધારે રન બનાવવા માટે
ઝૂલન ગોસ્વામી 2018-19માં વુમન્સ વન-ડેમાંસૌથી વધારે વિકેટ લેવા માટે
જસપ્રીત બુમરાહ પોલી ઉમરીગર એવોર્ડ
પૂનમ યાદવ પોલી ઉમરીગર એવોર્ડ
મયંક અગરવાલ બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ-મેલ
શેફાલી વર્મા બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ-ફીમેલ


Loading...
Advertisement