ઈરાન અમેરિકાના ચાર દૂતાવાસો પર હુમલા કરવાની ફિરાકમાં: ટ્રમ્પ

13 January 2020 11:19 AM
India World
  • ઈરાન અમેરિકાના ચાર દૂતાવાસો પર હુમલા કરવાની ફિરાકમાં: ટ્રમ્પ

વોશિંગ્ટન: ઈરાન સાથે ભારે તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ થોડા નરમ પડયા હોય એવું લાગી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શનિવારે કહ્યું કે હંમેશા ઈરાની લોકો સાથે તેઓ ઉભા છે. લોકોની નારાજગી પર તેમની નજર છે. જયારે ઈરાનની સરકારે એક વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. હાલમાં તહેરાન એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટના થઈ છે જેમાં 176 લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટમાં લખ્યું કે ઈરાનના બહાદુર, લાંબા સમયથી પીડિત લોકોની સાથે છે. જયારથી સતા પર આવ્યોછું હું તમારી સાથે છું મારી સંવેદના તમારી સાથે છે. મારું પ્રશાસન તમારી સાથે ઉભુ છે. ટ્રમ્પે લખ્યું કે અમે તમારા વિરોધ પર બારીકીપૂર્વક નજર રાખી રહ્યા છીએ. તમારા સાહસથી અમે પરિચિત છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફારસીમાં આ જ વાતને ટવીટ કરી. ફારસીના ટવીટ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવનારા દિવસોમાં ઈરાન અમેરિકાના ચાર દૂતાવાસો પર હુમલા કરી શકે છે. એક ન્યુઝ એજન્સી સાથે વાતચીત કરતાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં સંભવિત હુમલાઓ વિશે પૂછવામાં આવતા સવાલો સામે એટલું જ કહીશ કે કદાચ આ બગદાદના દૂતાવાસ પર હુમલો કરવાનો હતો.


Loading...
Advertisement