આવતી કાલે ગોંડલમાં માંધાતા દેવનો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

13 January 2020 09:47 AM
Gondal Dharmik Gujarat Rajkot Saurashtra
  • આવતી કાલે ગોંડલમાં માંધાતા દેવનો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે
  • આવતી કાલે ગોંડલમાં માંધાતા દેવનો ભવ્ય પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે

ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ : 25 હજાર ભક્તો ઉમટશે

ગોંડલ,તા. 13
મકરસંક્રાંતિના દિવસે કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા દેવનો પ્રાગટ્ય દિવસ છે. આ નિમિત્તે માંધાતા ગ્રુપ ગુજરાત દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવ માંધાતા ગ્રુપ-ગુજરાતના સ્થાપક ભુપતભાઈ ડાભીના માર્ગદર્શન નીચે ભવ્ય રીતે ઉજવાશે. આ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરુપે આવતીકાલે વિવિધ ધાર્મિક આયોજનો તેમજ શોભાયાત્રા અને એકસાથે 35 હજાર જ્ઞાતિનો ભવ્ય મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં મહામંડલેશ્ર્વર 1008 હરિચરણદાસજી મહારાજ તથા ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામ મહારાજ તથા અક્ષરમંદિર ગોંડલના કોઠારી સ્વામી, દિવ્ય પુરુષ સ્વામી ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. આ કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે ગેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય સરકારના મંત્રી પરસોતમભાઈ સોલંકી તેમજ ગુજરાત રાજ્યકોળી સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જે. જાડેજા, જેન્તીભાઈ ઢોલ તેમજ બક્ષીપંચ મોરચો ગોંડલ શહેરના પ્રમુખ ચંદુભાઈ ડાભી આગેવાનો સંતો-મહંતો આ કાર્યક્રમના હાજરી આપશે તેમજ માંધાતા દેવની એક શોભાયાત્રા માંધાતા પાર્ટી પ્લોટ ભગવતાપરા મેઇન રોડ, ગોંડલ ખાતેથી પ્રારંભ થઇને ઘોઘાવદર ચોક, પટેલવાડી, સેન્ટ્રલ ટોકીઝ,માંડવી ચોક, કડીયા લાઈન, જેલચોક, પાંજરાપોળ, ફુલવાડી, માંધાતા પાર્ટી પ્લોટ ખાતે પૂણાહૂતિ થશે.

પૂર્ણાહુતિ બાદ 25 હજારથી વધુ જ્ઞાતિજનો અને આમંત્રીતો માટે સમુહ મહાપ્રસાદનો લાભ લેશે. છેલ્લા 13 વર્ષથી ગોંડલમાં કોળી સમાજના આગેવાન, ભુપતભાઈ ડાભી અને પૂર્વ નગરપતિ ચંદુભાઈ ડાભી, મુકેશભાઈ મકવાણાના માર્ગદર્શન નીચે ઉજવાતા આ પ્રાગટ્ય મહોત્સવમાં આ વર્ષે યોજાનારી આ ભવ્ય શોભાયાત્રામાં 1000 જેટલા બાઈક, 300 જેટલી મોટરકાર અને ઇષ્ટદેવશ્રી માંધાતા, વેલનાથ, વિરાંગના જલકારી બાઈ, વિર તાનાજીના જીવન ચરિત્રને રજૂ કરતા 15 જેટલા ભવ્ય સુશોભીત રથ પણ આ શોભાયાત્રાની શોભા વધારશે. આ શોભાયાત્રામાં રાજ્યભરમાંથી તેમજ ભારતભરમાંથી 35 હજાર જેટલા કોળી સદસ્યો ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા હિરેનભાઈ ડાભી, મહેશ કોળી, રમેશભાઈ મકવાણા, વિપુલભાઈ જાદવ, હરેશભાઈ ગણોદિયા, હરીભાઈ સદાદીયા, વિજયભાઈ ગોહેલ, કિશોરભાઈ જમોડ, ભરતભાઈ મકવાણા, અજયભાઈ ડાભી, પુનાભાઈ સાકરીયા, નિતીનભાઈ કોબીયા જહેમત ઉઠાવી રહ્યાં છે.


Loading...
Advertisement