વારાણસી: હવે જો તમારે કાશી વિશ્વનાથના દર્શન કરવા હશે તો આ ડ્રેસ કોડ પહેરવો પડશે,જાણો વિગતો.....

13 January 2020 09:28 AM
Dharmik India
  • વારાણસી:  હવે જો તમારે કાશી વિશ્વનાથના દર્શન કરવા હશે તો આ ડ્રેસ કોડ પહેરવો પડશે,જાણો વિગતો.....
  • વારાણસી:  હવે જો તમારે કાશી વિશ્વનાથના દર્શન કરવા હશે તો આ ડ્રેસ કોડ પહેરવો પડશે,જાણો વિગતો.....

વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે હવે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે: કાશી વિશ્વનાથ મંદિરમાં હવે પુરુષોએ ધોતી, મહિલાઓને સાડી પહેરવી પડશે

વારાણસી તા.13
અત્રેના કાશી વિશ્વનાથ મંદિરમાં હવે શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ જાહેર થયો છે. મહાકાલ મંદિરની તર્જ પર બાબાના વિગ્રહને સ્પર્શ કરવા માટે દર્શનાર્થીઓએ ધોતિયું (સિલાઈ વિનાનું વસ્ત્ર) પહેરવું ફરજીયાત થશે, જયારે મહિલા શ્રદ્ધાળુઓએ સાડી પહેરવી પડશે અને ત્યારબાદ વિગ્રહને સ્પર્શ કરવાની અનુમતિ મળશે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પેન્ટ, જિન્સ, શૂટ પહેરનાર શ્રદ્ધાળુઓ માત્ર કાશી વિશ્ર્વનાથ દાદાના દર્શન કરી શકશે.બાબા વિશ્વનાથના સ્પર્શ દર્શન, મંગલા આરતીથી લઈને મધ્યાહન આરતી સુધી થઈ શકશે. મકર સંક્રાંતિ બાદ આ નવી વ્યવસ્થા લાગુ પડશે.

વિદ્ધત પરિષદના સભ્યોએ ઉજજૈન સ્થિત મહાકાલ જયોતિર્લિંગ, રામેશ્વરમ અને શબરીમાલાના મંદિરોનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે મહાકાલમાં ભસ્મ આરતી સમયે વિગ્રહને સ્પર્શ કરનાર સિવ્યા વિનાનું વસ્ત્ર ધારણ કરે છે.


Loading...
Advertisement