ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમ જાહેર

13 January 2020 08:31 AM
India Sports World
  • ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટી-20 ટીમ જાહેર

મહેન્દ્રસિંઘ ધોની ફરી ટ્રીપ ચૂકયો: હાર્દિક પંડયા ‘ફીટ’ નથી : રોહીત ફરી ટીમ સાથે જોડાયો: સંજુ સેમસંગ આઉટ: તા.24 જાન્યુ.થી પાંચ વનડેની શ્રેણી: વનડે-ટેસ્ટ ટીમની પસંદગી તા.19ના થશે

નવી દિલ્હી: ભારતમાં વનડે શ્રેણી રમવા ઓસ્ટ્રેલિયાની ટીમ આવી પહોંચી છે અને આવતીકાલે પ્રથમ વનડે રમવા તૈયારી છે તે સમયે ટીમ ઈન્ડિયાના આગામી સમયના ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે ટી20 ટીમની જાહેરાત થઈ છે અને નેશનલ સિલેકશન કમીટીમાં વનહે અને ટેસ્ટમેચ માટેની ટીમ તા.19 જાન્યુના ઓસી ટીમ સામે બે વનડે બાદ જાહેર કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાએ તા.24 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડનો પ્રવાસમાં પ્રથમ પાંચ ટી20 રમશે અને બાદમાં પાંચ ફેબ્રુઆરીથી ત્રણ વનડે શ્રેણી તથા તા.21 ફેબ્રુ.થી બે ટેસ્ટમેચની શ્રેણી રમશે. જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનો જ ભાગ હશે.

ગઈકાલે એન.એમ.કે. પ્રસાદના નેતૃત્વની પસંદગી સમીતીએ ટી20 માટેની જાહેરાત કરી છે. જેમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં 16 સભ્યોની ટીમ જાહેર થઈ છે. જેમાં ઉપકપ્તાન તરીકે રોહીત શર્માનું ટીમમાં પુન: આગમન થયુ છે તો હાલ વનડે શ્રેણીનો ભાગ બની રહેલા વિકેટકીપર સંજુ સેમસંગને ટીમમાં લેવાયો નથી. ટીમમાં ફરી એક વખત વિકેટકીપીંગ માટે મહેન્દ્રસિંઘ ધોનીના નામની વિચારણા થઈ નથી. ધોની જુલાઈ 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. હાર્દિક પંડયા ફીટનેસ ટેસ્ટમાં પાસ ન થતા તેનો આ પ્રવાસમાં સમાવેશ કરાયો નથી. ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહીત શર્મા (વા.કેપ્ટન), કે.એલ.રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર.


Loading...
Advertisement