વકીલને ક્રેડીટ ન આપતા ફીલ્મ ‘છપાક’ પર હાઈકોર્ટનો રોકનો આદેશ

11 January 2020 07:22 PM
Entertainment
  • વકીલને ક્રેડીટ ન આપતા ફીલ્મ ‘છપાક’ પર હાઈકોર્ટનો રોકનો આદેશ

રિલીઝ બાદ પણ મુસીબત ‘છપાક’નો પીછો નથી છોડતી

દીપિકા પદુકોણની ફિલ્મ ‘છપાક’ ગઈકાલે રિલીઝ થઈ છે તેમ છતાં કોર્ટનો વિવાદ પીછો ન છોડતો હોય તેમ ફિલ્મના જીવંત પાત્ર લક્ષ્મી અગ્રવાલના વકીલ અપર્ણા ભટ્ટને ફિલ્મમાં ક્રેડીટ ન અપાતા દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ ‘છપાક’ના સ્ક્રીનીંગ પર રોકનો આદેશ આપ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે મેઘના ગુલઝાર નિર્દેશિત દીપિકા પદુકોણની ફિલ્મ ‘છપાક’માં ફિલ્મની કેરેકટર લક્ષ્મી અગ્રવાલની વકીલ અર્પણા ભટ્ટને ફિલ્મમાં ક્રેડીટ ન અપાતા તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઈકોર્ટે ફિલ્મના નિર્માતાઓને અપર્ણાને ફિલ્મમાં ક્રેડીટ આપવાનો આદેશ કર્યા હતો તેમ છતાં ફિલ્મ રિલીઝ થઈ ગયા છતાં ફિલ્મમાં ક્રેડીટ ન અપાતા દિલ્હી હાઈકોર્ટે આ ફિલ્મની રોક મલ્ટીપ્લેકસમાં 15 જાન્યુઆરીથી અને અન્ય લાઈવ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર 17 જાન્યુઆરીથી લાગુ કરવાનો આદેશ આપ્યો છે. અપર્ણાએ લક્ષ્મી અગ્રવાલની કાનૂની લડાઈ લડી છે.


Loading...
Advertisement