સરકાર આદેશ આપે તો પાક. પાસેથી કાશ્મીર છીનવી લેશું: જનરલ

11 January 2020 04:48 PM
Government India
  • સરકાર આદેશ આપે તો પાક. પાસેથી કાશ્મીર છીનવી લેશું: જનરલ

પાડોશી દેશને આર્મી વડાની ચેતવણી: ત્રાસવાદી કેમ્પો બંધ કરો નહીતર હુમલાનો અમારો અધિકાર છે : પાક. કાશ્મીર ભારતનો જ હિસ્સો છે: સંસદના પ્રસ્તાવનો હવાલો આપતા સૈન્ય વડા નરવણે: કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી છે

નવી દિલ્હી તા.11
ભારતીય સૈન્યના વડા મનોજ નરવણેએ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા ભાજપ સૈન્ય સજજ છે તેવો પડકાર કરતા જણાવ્યું કે, પાક કબ્જાનું કાશ્મીર ગમે તે દિવસે ભારતનો હિસ્સો બની શકે છે. સરકાર આદેશ માટે કે તુર્ત જ ભારતીય સૈન્ય પાક કબ્જાના કાશ્મીર પર આધિપત્ય સ્થાપી દેશે.

પાકિસ્તાન અને ચીનના પડકારો પર જનરલે કહ્યું કે, અમો કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છીએ. તેઓએ સરહદો પર પાકની હિલચાલ અંગે કહ્યું કે, ગુપ્તચર માહિતી અને સેનાની સક્રીયતાથી પાકના ષડયંત્રને તોડી પાડવામાં સફળ થયા છીએ. પાક કબ્જાના કાશ્મીર અંગે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી સંસદમાં જવાબ આપી ચૂકયા છે. સંસદમાં પસાર કરાયેલા પ્રસ્તાવ મુજબ પાક કબ્જાનું કાશ્મીર ભારતનો જ એક ભાગ છે. જો સંસદ ઈચ્છશે કે ‘પોક’ ભારતમાં ભળી જાય તો ફકત એક જ આદેશ જરૂરી છે. સૈન્ય આ માટે તૈયાર છે.

કાશ્મીરમાં કલમ 370 ખત્મ કર્યા બાદ સેનાની ભૂમિકા અંગે જનરલે કહ્યું કે કાશ્મીરમાં હવે પરિસ્થિતિ સારી છે સૈન્યએ બહું સારી કામગીરી કરી છે. નરવણેએ પાકને ચેતવણીના સ્વરમાં કહ્યું કે, પાકે ત્રાસવાદી તાલીમ કેમ્પ બંધ કરવા જોઈએ નહીતર હુમલા કરવાનો અધિકાર અમારી પાસે છે તે પાકે સમજી લેવું જોઈએ. તેઓએ ચીફ ઓફ પામી સ્ટાફની નિયુક્તિને આવકારતા કહ્યું કે, સેનાની ત્રણેય પાંખ વચ્ચે બહેતર તાલમેલમાં એ ભૂમિકા મહત્વની બની રહેશે. તેઓએ જણાવ્યું કે ભારતીય સૈન્યએ અનેક નવી વોર-ગેઈમની ક્ષમતા પણ મેળવી છે.


Loading...
Advertisement