સલમાન લઇને આવશે કભી ઇદ કભી દિવાલી

11 January 2020 03:50 PM
Entertainment
  • સલમાન લઇને આવશે કભી ઇદ કભી દિવાલી

મુંબઈ : સલમાન ખાને તેની કભી ઇદ કભી દિવાલીની જાહેરાત કરી છે. આ ફિલ્મ 2021નાં ઇદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. સલમાન હાલમાં રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં બિઝી છે.

કભી ઇદ કભી દિવાલીની વધુ માહિતી મળી શકી નથી. ફિલ્મની જાહેરાત કરતાં સલમાને ટવીટ કર્યું હતું કે, મારી આગામી ફિલ્મ કભી ઇદ કભી દિવાલીની જાહેરાત કરું છું. સાજિદ નડીયાદવાલા ફિલ્મની સ્ટોરી લખશે અને એને પ્રોડ્યુસ કરશે. ફિલ્મના ડિરેક્ટર ફરહાદ સામજી છે.

સલમાનને કભી ઇદ કભી ક્રિસમસ બનાવવાની સલાહ આપી અક્ષયે
સલમાન ખાનને તેની કભી ઇદ કભી દિવાલીની સિકવલ બનાવવા માટે સલાહ આપતાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે તે કભી ઇદ કભી ક્રિસમસ બનાવે.

આ વિશે ટવીટર પર અક્ષયકુમારે ટવીટ કયું હતું કે સાજિદ નડીયાદવાલા, સલમાન ખાન અને ફરહાદ સામજીને કભી ઇદ કભી દિવાલી માટે કોન્ગ્રેચ્યુલેશન. તમને સૌને પ3ેમ અને લક મળે.

સાથતે જ એની સીકવલ બનાવવા માટે કભી ઇદ કભી ક્રિસમસ બનાવાવની સલાહ પણ આપું છું.


Loading...
Advertisement