કેરાળામાં સેવન સ્ટાર રીસોર્ટ તોડી પડાશે : સર્વોચ્ચ અદાલતનો આદેશ

11 January 2020 03:41 PM
India
  • કેરાળામાં સેવન સ્ટાર રીસોર્ટ તોડી પડાશે : સર્વોચ્ચ અદાલતનો આદેશ

નવી દિલ્હી: જયાં કાનૂન તોડવાનો કેસ આવે તો સર્વોચ્ચ અદાલતનું વલણ અત્યંત સ્પષ્ટ હોય છે અને હવે આ કોર્ટે કેરાળાનું એક સેવન સ્ટાર રીસોર્ટ તોડી પાડવા આદેશ આપ્યો છે. કેરાળાના વિખ્યાત-1 વેમ્બાન્દ સરોવરના કિનારે 11.5 એકટમાં 58 વૈભવી વિલા સાથે આ ભવ્ય રીસોર્ટ આવ્યું છે. જેના બાંધકામમાં કોસ્ટલ ઝોનના નિયમોનો સરેઆમ ભંગ થયો છે.

2015માં કેરાળા હાઈકોર્ટે આ રીસોર્ટ તોડી પાડવા આદેશ આપ્યો હતો જેને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ હજુ એક દિવસ પુર્વે જ કોચીના મારાડુમાં ગેરકાનુની રીતે બંધાયેલા 350 ફલેટ તોડી પાડવા આદેશ આપ્યો હતો.


Loading...
Advertisement