કોટડાસાંગાણીના ઉપસરપંચ સહિત પાંચ શખ્સોને ત્રણ વર્ષની સજા

11 January 2020 02:38 PM
Gondal Rajkot
  • કોટડાસાંગાણીના ઉપસરપંચ સહિત પાંચ શખ્સોને ત્રણ વર્ષની સજા
  • કોટડાસાંગાણીના ઉપસરપંચ સહિત પાંચ શખ્સોને ત્રણ વર્ષની સજા

નાયબ મામલતદારને ફડાકો મારી ફરજમાં રૂકાવટ કરવાનો ગુનો નોંધાયો હતો

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.11
કોટડાસાંગાણીમાં નવ વર્ષ પહેલા મામલતદારની ફરજમાં રૂકાવટ કરવાના ગુન્હામાં ઉપસરપંચ તેમજ અન્ય ચાર શખ્સો વિરુદ્ધ નોંધાયો હતો. જે અંગેનો કેસ અત્રેની સેસન્સ અદાલતમાં ચાલી જતા અદાલતે પાંચેય શખ્સોને 3 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નવ વર્ષ પહેલા કોટડાસાંગાણીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં જેઠાલાલ વશરામભાઈ ચાવડાની ફરજમાં હાલ કોટડાસાંગાણીના ઉપસરપંચ અશોક ગોરધનભાઈ ઠુંમર, રમણીક બાબુભાઈ વઘાસિયા, સંજય ભીમજીભાઇ સોરઠીયા, અશોક ગાંડુભાઈ સોરઠીયા તેમજ ભરત લવજીભાઈ સોજીત્રા સહિતનાઓએ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઇ ખેડૂતના દાખલા તમે કેમ કાઢી આપતા નથી તેમ કહી નાયબ મામલતદારને ફડાકો મારી ફરજમાં રૂકાવટ કરી હતી અને તે અંગે પોલીસ માં ગુન્હો નોંધાયો હતો.

જે અંગેનો કેસ અત્રેની સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિએ સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયા ની દલીલો, દસ્તાવેજી પુરાવા, સાહેદોની જુબાની ને ધ્યાને લઇ શાભ કલમ 332 માં ઉપરોક્ત શખ્સોને કસૂરવાર ઠેરવી 3 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.


Loading...
Advertisement