રાજકીય પક્ષો જ વોટ બેન્ક માટે સમાજના જ્ઞાતિના ધોરણે ભાગલા પાડે છે: રામ માધવ

11 January 2020 02:01 PM
Government India Politics
  • રાજકીય પક્ષો જ વોટ બેન્ક માટે સમાજના જ્ઞાતિના ધોરણે ભાગલા પાડે છે: રામ માધવ

ભાજપના મહામંત્રીએ આખરે ભારતીય રાજકારણનું સત્ય સ્વીકાર્યુ

હૈદરાબાદ તા.11
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામમાધવે એક ચોંકાવનારા નિવેદનમાં કહ્યું હતું કે રાજકીય લોકો જ ચૂંટણી લાભ માટે સમાજના જ્ઞાતિ અને જાતિના ધોરણે ભાગલા પાડે છે. જો કે તેમણે બીજા જ સ્વરે બચાવમાં કહ્યું કે જ્ઞાતિ એક સંસ્થાની જેમ કામ કરે છે અને તેથી જ્ઞાતિપ્રથા ખોટી નથી. હૈદરાબાદમાં ઈન્ડિયન્સ સ્કુલ ઓફ બીઝનેસમાં વિદ્યાર્થીઓને સંબોધતા રાજકારણમાં નાણાનો પ્રભાવ-ભારતીય લોકશાહી કઈ રીતે કામ કરે છે તે વિષય પર તેઓએ સંબોધન કર્યુ. તેણે જણાવ્યું કે સમાજ વ્યવસ્થા સરકારની દખલગીરી વગર પણ 90 ટકા સારી ચાલી શકે છે. ભારતીય સમાજ કદી સરકાર કેન્દ્રીત નથી. પરંતુ સરકારે જ સમાજને તેના પર આધારીત કરી દીધો છે. તેમણે એક પ્રશ્ર્નના જવાબમાં જણાવ્યું કે રાજકીય પક્ષો પોતાના ચૂંટણી લાભ માટે સમાજના જ્ઞાતિના ધોરણે ભાગલા પાડે છે.


Loading...
Advertisement