ભાવનગર: શાળાએ જતી બાળાની છેડતીના ગુનામાં આરોપીને ત્રણ વર્ષ જેલ સજા

11 January 2020 01:16 PM
Bhavnagar Crime Education Saurashtra
  • ભાવનગર: શાળાએ જતી બાળાની છેડતીના ગુનામાં આરોપીને ત્રણ વર્ષ જેલ સજા

ભાવનગરના દાઠા ગામના ચકચારી બનાવમાં અદાલતે આપ્યો ચુકાદો

ભાવનગર તા.11
ભાવનગર જીલ્લાના દાઠા તાબેના ગુનામાં દકાના ગામના એક શખ્સે શાળાએ જતી બાળાની જાતીય સતામણી કરી, બાળાને રોકી બાવડુ પકડી આબરૂ લેવાના પ્રયાસ કરતા આરોપી સામે ગુનો નોંધાયો હતો. આ અંગેને કેસ મહુવાના સ્પે.પોસ્કો અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામેનો ગુનો સાબીત માની આરોપીને ત્રણ વર્ષની સજા અને રોકડ રૂા.1 હજારનો દંડ ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ દાઠા તાબેના દકાના ગામના રહેવાસી દિનેશભાઈ કાબાભાઈ સોલંકી નામના શખ્સે શાળાએ જતી બાળાની જાતિય સતામણી કરી, બાળાને રોકી બાવડુપકડી આબરૂ લેવાના પ્રયાસ કરતા આરોપી સામે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ મહુવાના સ્પે.પોસ્કો જજ એમ.એસ. સિંધીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ અરવિંદ એચ. સોલંકીની દલીલો, મૌખીક પુરાવા-13, દસ્તાવેજી-19 વિગેરે ધ્યાને લઈ આરોપી દિનેશ કાળાભાઈ સોલંકી સામે ગુનો સાબીત માની આરોપીને ત્રણ વર્ષની સજા અને રોકડ રૂા.1 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.


Loading...
Advertisement