સચિનનો વડાપાંવ અને ચટની ટેસ્ટ ક્યો ?

11 January 2020 12:51 PM
India Sports
  • સચિનનો વડાપાંવ અને ચટની ટેસ્ટ ક્યો ?

માસ્ટર બ્લાસ્ટરનો ટેસ્ટી જવાબ

મુંબઈ : ખાવાની બાબતમાં મહારાષ્ટ્રચા મુલગા અજિંક્ય રહાણેએ વડાંપાઉ ખાતાં-ખાતાં એક સવાલ સોશ્યલ મીડિયામાં પૂછ્યો હતો, જેનો જવાબ આવવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને ઘણો રસ પડ્યો એમ કહી શકાય.

અજિંક્યએ હાથમાં વડાપાંઉ સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો અને પૂછ્યું કે તમને વડાપાંઉ શાની સાથે ખાવાનું ગમે ? 1. વડાપાંઉ ચા સાથે. 2. વડાપાંઉ ચટણી સાથે 3. ફક્ત વડાપાંઉ ?

રહાણેના આ ખાતા-પીતા સવાલનો જવાબ આપતાં તેન્ડુલકરે કહ્યું, મને લાલ ચટણી સાથે વડાપાંઉ ઘણાં ભાવે. બહુ જ ઓછી લીલી ચટણી અને ટેસ્ટ માટે આમલીની ચટણી.
જોકે તેંડુલકરે અગાઉ પણ કહ્યું કે પોતાના પુત્ર અર્જુન સાથે શિવાજી પાર્ક જિમખાના વડાપાંઉ ખાવા જાય છે. ત્યાંનાં વડાપાંઉ ચટણી સાથે પિતા-પુત્ર બન્નેને ભાવે છે.


Loading...
Advertisement