બોટાદના પાળિયાદ રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારોમાં દોડતા ભારે વાહનોથી લોકો પરેશાન

11 January 2020 12:24 PM
Botad Saurashtra
  • બોટાદના પાળિયાદ રોડ, હવેલી ચોક સહિતના વિસ્તારોમાં દોડતા ભારે વાહનોથી લોકો પરેશાન

બોટાદ તા.11
બોટાદ શહેરમાં પાળિયાદ રોડ હવેલી ચોક ગઢડારોડ અવેડા ગેઈટ વિગેરે અનેક વિસ્તારોમાં ભારે વાહનની જોખમી અવરજવરના કારણે શહેરીજનો ભયભીત બન્યા છે. ત્યારે હવેલી ચોક અને પાળીયાદ રોડ ઉપર અનેક સ્કુલો હાઈસ્કુલ કોલેજો આવેલ હોવાથી નાના વિદ્યાર્થીઓથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ માટે પુરઝડપે દોડતા ભારે વાહનો જોખમી બન્યા છે.

ભારવાહક ખટારામાં પણ ઓવરલોડ માલ ભરેલો હોય છે. અને છકડાઓ ત્રણ વ્હીલવાળા ટેમ્પાઓ બેફામ ડ્રાઈવીંગ કરી ઝડપી વાહનો ચલાવી અનેક નાના મોટા અકસ્માતો કરી રહ્યા છે તેને રોકવાની જરૂર છે. અમુક વાહનોમાં લાંબા લાંબા લોખંડના સળીયાઓ વાહનોમાં ભરીને જે લોખંડના સળીયા રોડ સાથે ઘસાતા ચાલતા હોવાથી રસ્તાઓને નુકશાન કરી રહ્યા છે.

બેફામ પુરઝડપે ચાલી રહેલા વાહનો સામે લાલ આંખ કરવાનો સમય પાકી ગયો છે. અને શહેરના વિવિધ વિસ્તાર જેવા કે હવેલી ચોક પાળીયાદ રોડ બોટાદકર કોલેજ દિનદયાળ ચોક અવેડા ગેટ ભાવનગર રોડ ગઢડા રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની પણ જરૂરીયાત ઉભી છે.


Loading...
Advertisement