જીએસટીઆર-1 ફાઈલ કરવાની મુદતમાં ફરી સાત દિવસનો વધારો

11 January 2020 11:59 AM
Business India
  • જીએસટીઆર-1 ફાઈલ કરવાની મુદતમાં ફરી સાત દિવસનો વધારો

કેન્દ્ર સરકારે જીએસટીઆર-1ની મુદતમાં સાત દિવસનો વધારો કરી દીધો છે.

નવી દિલ્હી તા.11
જીએસટી કાયદા-નિયમોમાં બદલાવનો દોર સતત યથાવત હોય તેમ કેન્દ્ર સરકારે જીએસટીઆર-1ની મુદતમાં સાત દિવસનો વધારો કરી દીધો છે. લેઈટ ફી વિના કરદાતા 17 જાન્યુઆરી સુધી તે ભરી શકશે.

જીએસટી કાઉન્સીલે ગત મહિને જીએસટીઆર-9 (વાર્ષિક રીટર્ન) અને જીએસટીઆર-9સી ફાઈલ કરવાની મુદત 31 ડિસેમ્બરને બદલે 31 જાન્યુઆરી કરી દીધી હતી.
નાણાંમંત્રાલયે ટવીટમાં એમ કહ્યું છે કે લેઈટ ફી માફીના નિર્ણયથી કરદાતાઓ ધડાધડ જીએસટીઆર-1 ભરવા લાગ્યા છે. 18 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી દરમ્યાન 54 લાખ રીટર્ન ફાઈલ થયા હતા. સામાન્ય રીતે મહિને સરેરાશ 25 લાખ રીટર્ન ભરાતા હોય છે. ફી માફી અપાયાને પગલે કરદાતાઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. જેને પગલે મુદત વધુ સાત દિવસ વધારીને 17 જાન્યુઆરી કરવામાં આવી છે.


Loading...
Advertisement