મોબાઈલના ટેરીફ - ડેટા ચાર્જ વધતા દેશમાં 8 વર્ષમાં પ્રથમવાર એકટીવ સીમ ઘટયા

11 January 2020 11:50 AM
Business India Technology
  • મોબાઈલના ટેરીફ - ડેટા ચાર્જ વધતા દેશમાં 8 વર્ષમાં પ્રથમવાર એકટીવ સીમ ઘટયા

ડયુઅલ કે વધુ સીમ ધરાવતા ગ્રાહકોના રીચાર્જને બ્રેક :100 કરોડ પર ગયેલો ગ્રાહક આંક નીચે આવીને 98.10 કરોડ: પ્રીપેઈડમાં મીનીમમ રીચાર્જ રકમ વધી- વેલીડીટી ઘટતા સીધી અસર

નવી દિલ્હી: નાણાકીય કટોકટીમાં ફેલાયેલી મોબાઈલ કંપનીઓએ તેના કોલીંગ તથા ડેટા ચાર્જમાં વધારો કર્યો તે તેના માટે બુમરેંગ થાય તેવા સંકેત છે. દેશમાં મોબાઈલ ડેટા, ક્રાંતિ સર્જાયા પછી આઠ વર્ષમાં પ્રથમ વખત મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં એકંદર ઘટાડો નોંધાયો છે. લોકો હવે તેના બીજા અને ત્રીજા કનેકશનને રદ કરાવી રહ્યા છે. વાસ્તવમાં આર્થિક મંદીના કારણે 2019થી જ વાસ્તવિક મોબાઈલ યુઝર્સ જેઓ એકટીવ કનેકશન ધરાવે છે તેની સંખ્યા ઘટવાનો પ્રારંભ થઈ ગયો છે. ગત વર્ષે ઓકટોબર માસમાં દેશમાં એકટીવ યુઝર્સની સંખ્યા 98.10 કરોડની હતી જે એક વર્ષ પુર્વે 100 કરોડથી થોડી ઉપર હતી. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ આ આંકડા જાહેર કર્યા છે. મોબાઈલ કંપનીઓએ તેના ટેરીફ વધાર્યા અને મીનીમમ
રીચાર્જની રકમમાં વધારો કર્યો તથા વેલીસીડી પણ ઘટાડી હતી જેની એકંદર અસર પડી રહી છે. સૌપ્રથમ એકથી વધારે મોબાઈલ કનેકશન ધરાવતા ગ્રાહકોએ તેનું બીજું કે ત્રીજુ સીમ પરત કર્યુ છે અથવા રીચાર્જ કર્યુ નથી. આમ ડયુલ સીમમાં 25-30%નો ઘટાડો થયો છે અને 2020માં આ ટ્રેન્ડ ધીમી ગતિ પણ યથાવત જ રહેશે. એક તબકકે રીલાયન્સ જીયોએ તેના આગમન સાથે જ જે આક્રમક માર્કેટીંગ કર્યુ તેના કારણે ડેટા ઉપયોગ કરનારા વધ્યા અને કંપનીઓ વચ્ચે સ્પર્ધા છેડાઈ હતી પણ હોંગકોંગ સ્થિત એક રીસર્ચ કંપનીના ડેટા મુજબ ડયુલ સીમમાં 25 કરોડ સીમ નિષ્ક્રીય, નોન એકટીવ કક્ષાના છે.
જો કે ભારતમાં સ્માર્ટફોન 2019માં 9% વધી છે. જેથી લોકો હવે ટુ-જી થ્રી-જી છોડીને ફોર જી ભણી વધી રહ્યા છે અને તેથી એકંદરે ગ્રાહકો જળવાઈ રહેશે.


Loading...
Advertisement