સેક્સ-રેકેટમાં બોલીવુડની બે એક્ટ્રેસ ઝડપાઈ

11 January 2020 10:49 AM
Entertainment India
  • સેક્સ-રેકેટમાં બોલીવુડની બે એક્ટ્રેસ ઝડપાઈ

પોલીસને હાથ લાગેલી એક હિરોઇન ‘બિગબોસ’ના એક સ્પર્ધકની ગર્લફ્રેન્ડ હોવાનું જણાયું

મુંબઈ : મુંબઈ પોલીસે ગોરેગામમાં ચાલતા સેક્સ-રેકેટ સામે કાર્યવાહી કરીને બોલીવૂડની બે હિરોઇનની ધરપકડ કરતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. આરોપી અભિનેત્રીઓ શહેરની ફાઈવસ્ટાર હોટેલમાં દેહ વ્યવસાયનાં ધંધા સાથે સંકળાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ સમતાનગર પોલીસની ટીમે અહીં રેઇડ પાડી હતી.

શરુઆતમાં પોલીસને ખબર નહોતી કે પકડાયેલી બે યુવતી બોલીવુડની અભિનેત્રી છે. કાંદીવલિનાં સમતાનગર પોલીસને બાતમી મળી હતી કે, ગોરેગામમાં આવેલી એક ફાઈવસ્ટાર હોટેલમાં સેક્સ-રેકેટ ચાલી રહ્યું છે. એથી પોલીસે અહીં બોગસ ગ્રાહક મોકલીને ખાતરી કરી હતી અને ત્યારબાદ દરોડો પાડ્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર કાંબળેએ કહ્યું હતું કે, હોટેલમાં 26 અને 32 વર્ષની બે યુવતીઓ મળી આવી હતી. જેની સાથે પોલીસે મોકલેલા બોગસ ગ્રાહકે સંપર્ક કરીને સોદો કર્યો હતો. આ યુવતીઓને તાબામાં લીધા બાદ ખ્યાલ આવ્યો હતો કે, એ તો બોલીવૂડની હિરોઇન છે. ધરપકડ કરાયેલી એક અભિનેત્રી બિગ બોસના એક સ્પર્ધકની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ હોવાનું પણ તપાસમાં જણાયું છે.


Loading...
Advertisement