હું રાજ ઠાકરેને મળ્યો નથી કે તેની સાથે હાથ મિલાવવાની યોજના નથી : ફડનવીસ

11 January 2020 10:44 AM
India Maharashtra Politics
  • હું રાજ ઠાકરેને મળ્યો નથી કે તેની સાથે હાથ મિલાવવાની યોજના નથી : ફડનવીસ

રાજ ઠાકરેને મળ્યાની ખબરો ફડનવીસે ફગાવી

મુંબઈ,તા. 11 : મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે મહારાષ્ટ્ર નવ નિર્માણ (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે સાથે હાથ મિલાવવાની કોઇ યોજના નથી. વિધાનસભામાં વિપક્ષ નેતા ફડનવીસે વધુમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટી ભાજપ અને એમએનએસ વચ્ચે કોઇ વૈચારિક મેળ નથી.

ઉલ્લેખનીય છે કે મંગળવારે બન્ને નેતાઓ મળ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી, એવી અટકળો લગાવાઈ હતી કે, શિવસેનાએ ભાજપ સાથે નાતો તોડ્યા બાદ ભાજપ એમએનએસ સાથે સંબંધ જોડી શકે છે.

ફડનવીસે મુંબઈમાં એક સમારોહમાં જણાવ્યું હતું કે, હું એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેને મળ્યો નથી કે તેની સાથે હાથ મિલાવવાની કોઇ યોજના નથી.


Loading...
Advertisement