ક્રિકેટના બીગ-થ્રી રાષ્ટ્રોના પ્રતિનિધિ મુંબઈમાં મળશે

11 January 2020 10:39 AM
India Sports
  • ક્રિકેટના બીગ-થ્રી રાષ્ટ્રોના પ્રતિનિધિ મુંબઈમાં મળશે

ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ વચ્ચે ચાર દિવસનો ટેસ્ટ મેચ, આઈપીએલ જેવી સ્પર્ધા માટે ખાસ વિન્ડો, ચાર દેશોની ખાસ ક્રિકેટ સ્પર્ધા અને ડે-નાઈટ ક્રિકેટ મુદે ચર્ચા થશે

મુંબઈ તા.11
હાલ વૈશ્ચિક ક્રિકેટમાં ચાર દિવસના ટેસ્ટ મેચ સહિતના મુદાઓ પર ચર્ચા જાગી છે તથા ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન સૌરવ ગાંગુલીએ ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવા ટોચના ક્રિકેટ રમતા દેશો પોતાની અલગ ટેસ્ટ અને અન્ય ક્રિકેટ શ્રેણી રમાડે તેવો અભિપ્રાય આપ્યો હતો તે વચ્ચે મુંબઈમાં બીસીસીઆઈ, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ તથા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ક્રિકેટ સાઉથ આફ્રિકાના ટોચના પદાધિકારીઓ અને અધિકારીઓની એક બેઠક મુંબઈમાં મળી રહી છે અને તેમાં ક્રિકેટના ભવિષ્ય તથા હાલના ફોર્મેટમાં ફેરફાર ઉપરાંત ભવિષ્યના કેલેન્ડર સહિત પર ચર્ચા થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના તરફથી વર્તમાન ચેરમેન સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ ત્રણ દેશોના ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ અને અધિકારીઓની યજમાનગીરી કરશે અને આ બેઠકોમાં ચાર દિવસના ટેસ્ટ મેચના વિચારમાં આગળ વધવું કે કેમ, ચાર દેશોની અલગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવી યોગ્ય છે કે કેમ, આઈપીએલ તથા ઓસ્ટ્રેલિયાની બીગબાસ્ટ જેવી લીમીટેડ ઓવર ટુર્નામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરમાં ખાસ જગ્યા ફાળવવી તે મુદે ઉપરાંત આઈસીસીની બેઠક તા.16 જાન્યુઆરીથી દુબઈમાં શરુ થનાર છે તેના ચર્ચાના મુદા પણ આ બેઠકમાં ચર્ચાશે.

ટેસ્ટ ક્રિકેટનું ફોર્મેટ ફેરવવા મુદે વિરોધ છે પરંતુ તમામ દેશો તે અંગે વિચારવા માટે રાજી છે. સૌરવ ગાંગુલીએ ભારત, ઓસ્ટ્રેલિયા ઉપરાંત ચોથા દેશને સમાવીને એક ખાસ ટુર્નામેન્ટ શરુ કરવા માટે વિચાર આપ્યો હતો તે અંગે પણ ચર્ચા થશે. જો કે ચાર દિવસના ક્રિકેટને આવકાર મળ્યો નથી. છતાં પણ ટેસ્ટ ક્રિકેટને લોકપ્રિય બનાવવં માટે કંઈક કરવું જરૂરી છે તેના પરથી આ વિચારણા થશે. આ ઉપરાંત આગામી સપ્તાહે ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના ટુકા પ્રવાસે એવી રહી છે તે સમયે ટીમ ઈન્ડીયા અને ઓસ્ટ્રેલિયા આગામી સમયમાં ડેનાઈટ ક્રીકેટ રમે તે પણ વિચારાશે અને આ માટે ડિસેમ્બરમાં ભારતની ટીમ જે ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે તેમાં એડીલેડ ટેસ્ટ ડે-નાઈટ હોઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અગાઉ જ આ અંગે વિચાર મુકયો હતો પણ તે સમયે ભારતીય ક્રિકેટ બોર્ડ સંમત થયુ નથી પરંતુ હાલમાં ભારતે કલકતામાં ડે-નાઈટ મેચ રમ્યો તેથી ના પાડવાની સ્થિતિમાં પણ નથી.


Loading...
Advertisement